News Continuous Bureau | Mumbai
બ્રિટનની ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.
મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ સહિત કેટલાક દેશોના રાજનેતા શામેલ થશે.
રશિયા, બેલારૂસ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સીરિયા અને વેનેઝુએલાને મહારાણીના અંતિમ સંસ્કારમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.
જોકે, ઓફિશિયલ અતિથિ સૂચિ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, પણ એક અખબારે અમુક દેશોના નામ શેર કર્યા છે કે, જેને આ સૂચિમાં જગ્યા નથી મળી.
આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે- બ્રિટનના મહારાણી ફક્ત 2 જ વ્યક્તિ સાથે ફોન પર કરતા હતા વાત- જાણો કોણ છે તે ખાસ વ્યક્તિ
