Site icon

Mark Zuckerberg: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થતાં, માર્ક ઝકરબર્ગના મેટાના શેરમાં આવ્યો આટલા ટકાનો ધડાડો..જાણો કેટલા રુપિયાનું થયું નુકસાન..

Mark Zuckerberg: મેટાના ડાઉન થતા એક કલાકમાં માર્ક ઝકરબર્ગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે, હવે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

With Facebook and Instagram down, Mark Zuckerberg's Meta shares crashed by so much.. Know how much rupees were lost

With Facebook and Instagram down, Mark Zuckerberg's Meta shares crashed by so much.. Know how much rupees were lost

News Continuous Bureau | Mumbai 

Mark Zuckerberg: મેટાની સેવાઓ 1 કલાક ડાઉન રહેવાના કારણે કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગને અબજોનું નુકસાન થયું છે. માર્ક ઝકરબર્ગના મેટા સર્વરમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે મંગળવારે રાત્રે ફેસબુક ( Facebook ) અને ઈન્સ્ટાગ્રામ ( Instagram ) યુઝર્સને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ આપોઆપ લોગ આઉટ થવા લાગ્યા. આ પછી, લોકોને લોગ ઇન કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે, વોટ્સએપ પર તેની કોઈ અસર થઈ નથી. જો કે, હવે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ અંગે નિષ્ણાંતોએ નિવેદન આપતા કહ્યું હતું કે, આ એક કલાકમાં માર્ક ઝકરબર્ગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. Weebush સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર ડેન ઇવેસે DailyMail.comને જણાવ્યું કે આના કારણે માર્ક ઝકરબર્ગને $100 મિલિયનનું નુકસાન થયું છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મેટાના શેરના ભાવમાં ( share prices ) પણ ઘટાડો થયો છે અને તેમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

 લગભગ એક કલાક સુધી સેવાઓ બંધ રહ્યા બાદ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રાત્રે 11 વાગ્યા પછી ફરીથી કામ કરવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન, ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની ( Forbes Real Time Billionaires ) યાદી અનુસાર, માર્ક ઝકરબર્ગ વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 139.1 અબજ ડોલર છે. 2023માં તેમની નેટવર્થમાં ( net worth ) $84 બિલિયનનો વધારો નોંધવામાં આવ્યો હતો. આ હિસાબે એક કલાકની કમાણી 9.6 મિલિયન ડોલર વધી છે.

આ સમાચાર પણ વાંચો :  Global Terrorism Index 2024: આતંકવાદને પોષનાર પાકિસ્તાન હવે પોતે લોહીના આંસુ રડ્યું, આતંકવાદ પીડિતોમાં ટોચના 4 દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ.. જાણો ભારત ક્યા નંબર પર

જો કે, મેટા પ્લેટફોર્મનું સર્વર ડાઉન ( Server Down ) થયું, આ પછી, X પર મીમ્સનું પૂર આવ્યું હતું અને યુઝર્સે ઘણી મીમ્સ પોસ્ટ કરી હતી. બીજી તરફ, મેટા અધિકારી એન્ડી સ્ટોને સેવાઓ ડાઉન થવા બદલ વપરાશકર્તાઓની માફી માંગી હતી અને કહ્યું કે તેને ઠીક કરવા માટે કામ ચાલી રહ્યું છે. લગભગ એક કલાક સુધી સેવાઓ બંધ રહ્યા બાદ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રાત્રે 11 વાગ્યા પછી ફરીથી કામ કરવાનું શરૂ કર્યું હતું.

Donald Trump: ‘જો ઝોહરાન મમદાની ન્યૂયોર્કના મેયર બનશે તો…’, ચૂંટણી પહેલાં ટ્રમ્પે આપી આ મોટી ધમકી
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
Exit mobile version