Site icon

Woman Sued Parents for Giving Her Birth: મારો જન્મ મને પૂછ્યા વગર કેમ થયો?ના પ્રશ્નથી ગુસ્સે થઈને મહિલાએ તેના જ માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો… જાણો શું છે સત્યતા..

Woman Sued Parents for Giving Her Birth: ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ન્યુ જર્સી, યુએસએની રહેવાસી ટિકટોકર કાસ થિયાઝે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે તેની કારમાં બેઠી હતી અને કહી રહી હતી કે તેણે તેના માતા-પિતા પર કેસ કર્યો છે કારણ કે તેઓએ તેની પરવાનગી વિના તેને જન્મ આપ્યો હતો.

Woman Sued Parents for Giving Her Birth Angered by the question of why I was born without asking me, the woman filed a case against her own parents

News Continuous Bureau | Mumbai 

Woman Sued Parents for Giving Her Birth: દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને પોતાના જીવન પ્રત્યે કોઈને કોઈ ફરિયાદ હોય છે. કેટલાક લોકોને આશ્ચર્ય પણ થાય છે કે તેઓ આ પૃથ્વી પર કેમ આવ્યા છે. તેમજ ઘણા ઈચ્છતા હોય છે કે તેઓ ક્યારેય જન્મ્યા જ ન હોત તો કેટલુ સારુ હોત. પણ એમાંથી ભાગ્યે જ કોઈએ પોતાના માતા-પિતાને ( Parents  ) પૂછ્યું હશે કે તમે મને કેમ જન્મ આપ્યો? પરંતુ એક મહિલા આનાથી એટલી ગુસ્સે છે કે તેણે પૂછ્યા વગર તેને જન્મ આપવા માટે તેના માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો. સ્વાભાવિક છે કે આ વાંચીને તમારું મન મૂંઝવણમાં આવ્યું હશે, પણ આ સત્ય છે. 

Join Our WhatsApp Community

ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ન્યુ જર્સી ( New Jersey ) , યુએસએની રહેવાસી ટિકટોકર કાસ થિયાઝે ( Kass Theaz ) થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે તેની કારમાં બેઠી હતી અને કહી રહી હતી કે તેણે તેના માતા-પિતા પર કેસ ( Sued  ) કર્યો છે કારણ કે તેઓએ તેની પરવાનગી વિના તેને જન્મ આપ્યો હતો. જો કે, રસપ્રદ વાત એ છે કે કાસ થિયાઝને પોતાના બાળકો પણ છે. આ જાણીને લોકો એટલા ચોંકી ગયા કે તેઓ થિયાઝને ટ્રોલ ( troll ) કરી હતી. ઘણા લોકોએ કહ્યું કે તેને સારવારની જરૂર છે, તેનું માનસિક સંતુલન ખરાબ છે.

 Woman Sued Parents for Giving Her Birth: ટિકટોકર કાસ થિયાઝનું એકાઉન્ટ વ્યંગ તથા રમૂજી કેન્ટેન્ટનું છે.

ટિકટોકર કાસ થિયાઝે તેના વીડિયોમાં ( Viral video ) કહ્યું હતું કે, જો તેના માતા-પિતા બાળકને જન્મ આપવા માંગતા હતા, તો ગર્ભાવસ્થા પહેલા, તેમણે કોઈ તાંત્રિકનો સંપર્ક કરવો જોઈતો હતો અને તેમણે આત્માનો સંપર્ક કરવો જોઈએ તથા તે આત્માને પૂછવું જોઈતું હતું કે શું તેણે તેમના બાળકના રુપમાં જન્મ ( Birth ) લેવો છે કે નહીં? બાળક આ દુનિયામાં આવવા માંગે છે કે નહીં. તે પછી તેમણે આગળ વધવું જોઈતું હતું. પરંતુ મારા માતા પિતાએ તેમ ન કર્યું, તેથી થિયાઝે તેમની સામે કેસ દાખલ કર્યો હતો. જ્યારે લોકોએ થિયાઝને પૂછ્યું કે તેણે બાળકો કેમ છે, તો તેણે કહ્યું કે તેણે તેમને દત્તક લીધા છે, તેણે તેમના બાળકોને જન્મ આપ્યો નથી. આ કારણે થિયાઝ તેમને આ દુનિયામાં લાવવા માટે જવાબદાર નથી. જ્યારે તેનો આ વીડિયો વાયરલ થવા લાગ્યો અને લોકોએ તેને ખુબ ટ્રોલ કરી હતી, જે બાદ થિયાઝે આખી હકીકત જણાવી હતી.

આ સમાચાર  પણ વાંચો: Adani MCap: અદાણી ગ્રૂપે કોલસાના સપ્લાયમાં ગેરરીતિના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા, માર્કેટ કેપમાં મોટો ઉછાળો..

વાસ્તવમાં ટિકટોકર કાસ થિયાઝનું એકાઉન્ટ વ્યંગ તથા રમૂજી કેન્ટેન્ટનું છે. તેથી, તેમણે જે કહ્યું તે માત્ર મજાક છે, તેમાં કોઈ સત્ય નથી. યુવતીએ જણાવ્યું કે તે લેસ્બિયન છે. જે લોકો પહેલેથી આ જાણતા હતા કે થિયાઝ મજાક કરી રહી છે તેઓએ થિયાઝની આ કોમેડીના વખાણ કર્યા હતા અને વિડીયો પર સારી પ્રતિક્રિયાઓ પણ આપી હતી. જો કે, ઘણા લોકો આ વિડીયોને સત્ય સમજીને તેને ટ્રોલ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version