Site icon News Continuous Bureau | Mumbai

અફઘાની મહિલાઓએ કર્યો ‘તાલિબાની બુરખા’નો વિરોધ, પારંપરિક પહેરવેશની તસવીરો શૅર કરી; જુઓ સુંદર તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં સત્તા તાલિબાનના હાથમાં ગઈ છે ત્યારથી સરકાર દ્વારા મહિલાઓને દબાવવાના સતત અહેવાલો આવી રહ્યા છે. હવે પુરુષોની એ જ સરકાર નક્કી કરી રહી છે કે ઘરની બહાર મહિલાઓ કેવાં કપડાં પહેરીને નીકળે. તેઓ ઇચ્છે છે કે અફઘાન મહિલાઓ બુરખો પહેરીને જ બહાર નીકળે, પછી તે સ્કૂલ, કૉલેજ હોય કે બજાર. એટલે તાલિબાન સરકારે ત્યાંની મહિલાઓ માટે બુરખા અને હિજાબ પહેરવાનું ફરમાન બહાર પાડ્યું છે. 

Join Our WhatsApp Channel

આની સામે અફઘાન મહિલાઓએ ખૂબ જ અનોખો વિરોધ કર્યો છે. તેઓએ સાથે મળીને #AfghanistanCulture એક ઑનલાઇન અભિયાન શરૂ કર્યું છે, જેમાં પરંપરાગત અફઘાન કપડાં પહેરેલી મહિલાઓ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પોસ્ટ કરી રહી છે અને તાલિબાન સરકારના આ હુકમનામા સામે પોતાનો વિરોધ નોંધાવી રહી છે.


 
મહિલાઓ #DoNotTouchMyClothes અને #AfghanistanCulture હેશટેગ સાથે પોતાની તસવીરો શૅર કરી રહી છે.

આ ઉપરાંત ઘણી મહિલાઓએ લખ્યું છે કે અફઘાન સંસ્કૃતિ સુંદર રંગોત્સવ છે. એમાં બુરખો અને મહિલા દમન ક્યારેય નહોતું. આ કૅમ્પેનને સોશિયલ મીડિયા પર સમગ્ર દુનિયાના યુઝર્સ સપોર્ટ કરી રહ્યા છે.

નોંધનીય છે કે શરૂઆતમાં લગભગ સો અફઘાન મહિલાઓએ મળીને આ સોશિયલ મીડિયા અભિયાન #AfghanistanCultureની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં ઘણી અફઘાન મહિલાઓએ આ અભિયાનને પોતાનો ટેકો આપ્યો છે.

દેશ અને વિદેશમાં રહેતી હજારો અફઘાન મહિલાઓ પરંપરાગત ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શૅર કરી રહી છે.

Iran US Peace Deal અમેરિકાઈરાન વચ્ચે શાંતિ કરારના એંધાણ, સંઘર્ષ સમાપ્ત થવાની 85% શક્યતા.
Funeral of Ayatollah Ali Khamenei સત્તાના હસ્તાંતરણ વચ્ચે વિદાય આયતુલ્લાહ ખામૈનીની 9 જુલાઈએ થશે અંતિમવિધિ.
Iran’s Oil Export ઈરાનને મોટો આંચકો અમેરિકાની કડકાઈ વચ્ચે ચીન હવે આ દેશ પાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઈલ.
Volcanoes in Indonesia ધરતીનો ‘અગ્નિપથ’ ઈન્ડોનેશિયા પાસે છે વિશ્વના સૌથી વધુ સક્રિય જ્વાળામુખી..
Exit mobile version