Site icon

યુદ્ધની આડીઅસર : આ સંસ્થાએ રશિયા પર કરી મોટી કાર્યવાહી, દાવોસ સમિટમાં ભાગ નહી લઈ શકે રશિયન કંપનીઓ

News Continuous Bureau | Mumbai

સ્વિટ્‌‌ઝર્લેન્ડના દાવોસ સ્થિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમે રશિયા સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે રશિયન ઓલિગાર્ક દ્વારા સંચાલિત કંપનીઓના જૂથ સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારીને પણ સ્થગિત કરી દીધી છે. તેણે કહ્યું છે કે પ્રતિબંધોની સૂચિમાંના કોઈપણ લોકોને દાવોસમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વર્લ્‌ડ ઇકોનોમિક ફોરમે એક નિવેદનમાં કહ્યું, “યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કર્યા પછી, ફોરમ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું પાલન કરી રહ્યું છે. સાથે જઝડપથી બદલાતી પરિસ્થિતિને પણ અનુસરે છે.” નિવેદનમાં જણાવ્યું હતું કે, ફોરમ રશિયન સંસ્થાઓ સાથેના તમામ સંબંધો તોડી રહ્યું છે.

Join Our WhatsApp Community

અમારી કોઈપણ પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રતિબંધિત વ્યક્તિ અથવા સંસ્થાને સામેલ કરવામાં આવશે નહીં. તેઓને વાર્ષિક બેઠકમાં પણ જવા દેવામાં આવશે નહીં.’ આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુક્રેન પર હુમલા માટે રશિયાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા થઈ રહી છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં ૨.૨ મિલિયન લોકો દેશ છોડી ચૂક્યા છે. પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય ગેસ અને કોલસા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના નામે શરમજનક રેકોર્ડ, આ મામલામાં રશિયા બન્યો દુનિયાનો સૌથી બદનામ દેશ

યુક્રેનને પશ્ચિમી દેશોમાંથી પણ મોટા પ્રમાણમાં હથિયારોનો પુરવઠો મળી રહ્યો છે. પોલેન્ડના વડા પ્રધાને બુધવારે કહ્યું હતું કે તેમનો દેશ નાટો દ્વારા યુક્રેનને તેના રશિયન નિર્મિત મિગ લડાકુ વિમાન સપ્લાય કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર ર્નિણય છે, જે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના તમામ સભ્ય દેશોએ લેવો જાેઈએ કારણ કે તે વ્યાપક સુરક્ષાને અસર કરે છે. 

વડા પ્રધાન મેત્યુસ્ઝ મોરાવેકીએ જણાવ્યું હતું કે રશિયાના આક્રમણ સામે લડી રહેલા યુક્રેનને મિગ-૨૯ લડાકુ વિમાન ઉપલબ્ધ કરાવવા કે કેમ તે નક્કી કરવાનું હવે નાટો અને યુએસ પર ર્નિભર છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રાજધાની કિવ અને તેની આસપાસના શહેરોમાંથી લગભગ ૧૮,૦૦૦ લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. તેમણે બુધવારે જણાવ્યું હતું કે આ કવાયત યુક્રેનની અંદરના અનેક માનવતાવાદી કોરિડોરમાંથી વ્યાપક સ્થળાંતરના પ્રયાસનો એક ભાગ છે. તેમણે રશિયન સશસ્ત્ર દળોને યુદ્ધવિરામના વચનનું ઉલ્લંઘન કરવા સામે ચેતવણી આપી હતી. ઝેલેન્સકીએ ફરીથી વિદેશી હવાઈ મદદની અપીલ કરતાં કહ્યું, ‘અમને વિમાન મોકલો.’ પશ્ચિમી દેશોએ લશ્કરી સાધનો મોકલ્યા છે અને યુક્રેનના પૂર્વી મોરચે લશ્કરી હાજરી વધારી છે. પરંતુ તેઓ હવાઈ સહાય પૂરી પાડવા અને રશિયા સાથે સીધા યુદ્ધમાં સામેલ થવા અંગે સાવચેત છે.

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version