Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વની સૌથી ઉંમરલાયક મહિલાનું નિધન, આ દેશની મહિલાએ 128 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ…

'World's oldest person' dies after living through three different centuries age 128

વિશ્વની સૌથી ઉંમરલાયક મહિલાનું નિધન, આ દેશની મહિલાએ 128 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ…

News Continuous Bureau | Mumbai

દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન થયું છે. દક્ષિણ આફ્રિકાની રહેવાસી જોહાન્ના માઝીબુકો 128 વર્ષની હતી. તેમનો જન્મ 1894માં થયો હતો. મે 2023માં તે 129 વર્ષની થઈ ગઈ હશે. તેમણે 3 સદી જોઈ.

Join Our WhatsApp Channel

જોહાન્ના 7 બાળકોની માતા હતી

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, જોહાન્ના માજીબુકોએ 3 માર્ચે દક્ષિણ આફ્રિકામાં અંતિમ શ્વાસ લીધા હતા. જો કે તેમનું લાંબુ જીવન 3 દેશોમાં વિત્યું હતું. તેમના પતિનું નામ સ્તવના મજીબુકો હતું. તેને 7 બાળકો હતા. તેમના 50 થી વધુ પૌત્ર-પોત્રી છે. એક ઈન્ટરવ્યુમાં જોહાન્નાએ જણાવ્યું કે તેના સહિત 12 ભાઈ-બહેન હતા. જેમાંથી 3 હજુ જીવિત છે. તેની ઉંમર પણ ઘણી વધી ગઈ છે. જોહાન્નાના સંબંધીઓના જણાવ્યા અનુસાર, જોહાન્નાએ ક્યારેય અભ્યાસ કર્યો નથી. તે ખેતરોમાં કામ કરતી હતી.

આ સમાચાર પણ વાંચો: International Women’s Day: દુનિયાની આવી 5 પાવરફૂલ મહિલાઓ જેમના જેવી બનવાનું દરેક છોકરીનું સપનું

સૌથી વૃદ્ધ હોવાનું પ્રમાણપત્ર પણ હતું

જોહાન્નાને વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા તરીકે વર્ણવવામાં આવી રહી છે. તેની પાસે સૌથી વૃદ્ધ મહિલા હોવાનો પુરાવો પણ હતો. એક દસ્તાવેજમાં તેમની જન્મતારીખ 11 મે 1894 લખવામાં આવી છે. જોહાન્નાના સંબંધીઓનું કહેવું છે કે તે દસ્તાવેજના આધારે જોહાનાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું હોવું જોઈએ, જેથી તેનું સન્માન થઈ શકે. તેના મૃત્યુ બાદ આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે, આવી સ્થિતિમાં તેને સૌથી વૃદ્ધ મહિલા જાહેર કરવામાં આવી છે.

Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
India China Tunnel Boring Machine અમેરિકાચીન ચિપ વોરની ભારત પર અસર ટનલ બોરિંગ મશીનોના સપ્લાયમાં વિલંબથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડવાની આશંકા
Nepal Helicopter Collision નેપાળના સોલુખુંબુ સ્થિત પેરીચે હેલિપેડ પર લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર ટકરાયા; ૧ પ્રવાસીનું મોત, ૧ ગંભીર ઇજાગ્રસ્ત..
US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
Exit mobile version