ચીને વુહાન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને હવે લેબમાંથી વાયરસ નીકળવાની સંભાવના વચ્ચે દેશના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે.
ચીને વુહાન ખાતેની આ લેબને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીઝના કોવિડ-19 મુદ્દે ઉત્કૃષ્ટ રિસર્ચ કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન માટે સૌથી મોટો એવોર્ડ અપાવવાના ઈરાદાથી નોમિનેટ કરી છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ કરતા પણ વધારે સમયથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસે લાખો લોકોનો જીવ લીધો છે
આખી દુનિયા જાણે છે કે વાયરસનું ઉત્પત્તિ સ્થાન ચીન ખાતેની વુહાન લેબ છે. કોરોના વાયરસનો પહેલો કેસ પણ વુહાન ખાતે જ નોંધાયો હતો.
