News Continuous Bureau | Mumbai
Bajaj CNG Bike: દેશમાં પેટ્રોલના ભાવ હાલ આસમાનને આંબી ગયા છે અને બાઇક ચલાવવું પરવડે તેમ ન હોવાનું ચિત્ર હવે ઉપસી રહ્યું છે. જેમાં હવે ઇલેક્ટ્રીક બાઇક ( Electric bike ) બજારમાં આવી ગઈ છે; પરંતુ તેમની કિંમતો મોંઘી છે. ભારતમાં સીએનજી સંચાલિત બાઇકનું સપનું ઘણા સમયથી જોવામાં આવતુ હતું. હવે આ સપનું સાકાર થયું છે. વિશ્વની પ્રથમ CNG અને પેટ્રોલથી ચાલતી બાઇક માર્કેટમાં આવી ગઇ છે અને આ બાઇક માત્ર 1 રૂપિયામાં 1 કિમી સુધી દોડશે.
Bajaj Freedom 125 ભારતીય બજારમાં હવે લોન્ચ કરવામાં આવી છે અને આ બાઇકમાં ( Bajaj Auto ) બટન દબાવીને CNG અને પેટ્રોલ વચ્ચે સ્વીચ કરી શકાશે. આ બાઇકની કિંમત 95 હજારથી 1.10 લાખની વચ્ચે છે. તો આ બાઇકનું બુકિંગ હવે શરૂ થઇ ગયું છે અને બાઇકની ડિલિવરી સૌથી પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરવામાં આવશે.
Bajaj CNG Bike: તેમાં 2 લિટરની પેટ્રોલ ટાંકી અને 2 કિલોની CNG ટાંકી ઉપલબ્ધ છે….
તેમાં 2 લિટરની પેટ્રોલ ટાંકી અને 2 કિલોની CNG ટાંકી ઉપલબ્ધ છે. આ બાઇક માટે 11 થી વધુ સેફ્ટી ટેસ્ટ કરવામાં આવ્યા છે. 10 ટનની ટ્રકની નીચે આવી ગયા પછી પણ બાઇકની CNG ટાંકી ખુલ્લી પડી ન હતી. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ બાઇક બંને ઇંધણને જોડીને 330 કિલોમીટર જેટલું ચાલશે.
આ સમાચાર પણ વાંચો: Nuclear Weapons: પાકિસ્તાન, ચીનથી જ નહીં પરંતુ આ મુસ્લિમ દેશોમાં પણ પરમાણું ખતરો, ભારતે પણ પરમાણું બોમ્બની સંખ્યા વધારવી પડશે.. જાણો વિગતે…
આ બાઇક પ્રદુષણ ઘટાડશે. 2025ના પ્રથમ ક્વાર્ટરમાં CNG બાઈક દરેક જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બાઇક કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 50 ટકા, કાર્બન મોનોક્સાઇડના ઉત્સર્જનમાં 75 ટકા અને મિથેન હાઇડ્રોકાર્બન ઉત્સર્જનને લગભગ 90 ટકા ઘટાડી શકે છે. આ બાઇક પેટ્રોલ બાઇકની સરખામણીમાં ઓછું પ્રદૂષણ કરશે.
આ CNG બાઇક અન્ય 125 સીસી બાઇક સાથે સ્પર્ધા કરશે. બાઇકમાં લાંબી સીટ છે જે વ્હીલબેઝ પર લંબાય છે. સીટની નીચે CNG ટાંકી આપવામાં આવી છે.