Site icon

TVS iQube: TVS તરફથી મોટો ધમાકો! ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, TVS iQube ના નવા વેરિઅન્ટ્સ થયા લોન્ચ: સસ્તી રેન્જ અને શાનદાર માઇલેજ.. જાણો શુ છે ફીચર્સ..

TVS iQube: TVS ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં એક મોટું નામ છે. તેનું iQube ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં TVS એ એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે, જે કિંમતની દ્રષ્ટિએ સૌથી સસ્તું મોડલ છે.

Big bang from TVS! New Variants of India's Cheapest Electric Scooter, TVS iQube Launched Cheap Range and Great Mileage

Big bang from TVS! New Variants of India's Cheapest Electric Scooter, TVS iQube Launched Cheap Range and Great Mileage

News Continuous Bureau | Mumbai

TVS iQube: એક નવા ઇલેક્ટ્રિક સ્કૂટરે ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર  માર્કેટમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે. અગ્રણી ટુ-વ્હીલર કંપની TVS મોટરે ( TVS Motor ) તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરનું સૌથી નવું અને બેઝ વેરિઅન્ટ છે, જેમાં 2.2kWh બેટરી સપોર્ટ કરે છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 94,999 રૂપિયાથી નકકી કરવામાં આવી છે. બજેટ અનુસાર, આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણા ખાસ ફીચર્સ ( Features ) અને રેન્જ સાથે આવે છે. 

Join Our WhatsApp Community

iQube ઇલેક્ટ્રિક સ્કૂટર ( Electric scooter ) હવે બેઝ વેરિઅન્ટ iQube 09 થી શરૂ થાય છે. આ સિવાય આ સ્કૂટર iQube 12, iQube S, iQube ST 12 અને iQube ST 17 સહિત કુલ પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, સ્ટાન્ડર્ડ મોડલમાં iQube 09, iQube 12 અને iQube Sનો સમાવેશ થાય છે. જ્યારે iQube STને (TVS  iQube ST ) કુલ બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ST 12 અને ST 17નો સમાવેશ થાય છે.

 TVS iQube: આ ઇલેક્ટ્રિક સ્કૂટરના બેઝ વેરિઅન્ટ iQube 09માં કંપનીએ 2.2 kWh ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે…

આ ઇલેક્ટ્રિક સ્કૂટરના બેઝ વેરિઅન્ટ iQube 09માં કંપનીએ 2.2 kWh ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે. જેની ટોપ સ્પીડ 75 કિમી/કલાક છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એક ચાર્જ પર 75 કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની બેટરી માત્ર 2 કલાકમાં 0 થી 80% સુધી ચાર્જ થઈ જશે. તેમાં 5 ઇંચની TFT સ્ક્રીન, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને થેફ્ટ એલર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

આ સમાચાર   પણ વાંચો : Ghatkopar Hoarding Collapse: ઘાટકોપર દુર્ઘટનાનાં ઘાયલોને અઢી લાખ સુધીની આર્થિક સહાય: કેબિનેટ મંત્રી લોઢા

આખરે કંપનીએ બજારમાં iQube ST લોન્ચ કરી છે. તેના ST 12માં, કંપનીએ 3.4 kWh ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે. ST 17 વેરિઅન્ટમાં 5.1 kWhની ક્ષમતા ધરાવતું બેટરી પેક છે. ભારતીય બજારમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું બેટરી પેક છે. આ કેટેગરીમાં, કંપનીએ TFT ડિસ્પ્લે, ડિજિટલ ડોક્યુમેન્ટ સ્ટોરેજ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ( TPMS ) અને એલેક્સા વૉઇસ સહાય જેવી સુવિધાઓ પણ શામેલ કરી છે. કંપનીનો દાવો છે કે iQube ST 17 એક જ ચાર્જ પર 150 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની બેટરી 4 કલાક 18 મિનિટમાં 0 થી 80% સુધી ચાર્જ થાય છે. તેની ટોપ સ્પીડ 82 કિમી પ્રતિ કલાક છે. તેનો અર્થ એ કે તે અન્ય તમામ વેરિયન્ટ્સની સરખામણીમાં સૌથી ઝડપી છે.

TVS iQubeનું બેઝ વેરિઅન્ટ પ્રારંભિક કિંમત સાથે બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જે 30મી જૂન 2024 સુધી જ વેલિડ (માન્ય) રહેશે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં કંપની તેના બેઝ વેરિઅન્ટની કિંમતો અપડેટ કરી શકે છે. જ્યારે, જે ગ્રાહકો 15મી જુલાઈ 2024 પહેલા ST સિરીઝ સ્કૂટર બુક કરાવે છે, તેમના માટે આ સ્કૂટર પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. કંપની ટોપ વેરિઅન્ટ સાથે રૂ. 10,000નું લોયલ્ટી બોનસ પણ આપી રહી છે.

Kia Carens Clavis EV : દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી નું બુકિંગ શરૂ.. જલદી કરો…
FASTag Transfer: ફાસ્ટેગ મામલે બેંક બલદવી છે.. આ પગલાં લો…
Tesla enters India : ટેસ્લાની ભારતમાં ભવ્ય એન્ટ્રી, મુંબઈના બીકેસીમાં પ્રથમ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ શરૂ! જાણો ક્યારથી શરૂ થશે બુકીંગ અને કિંમત…
Tesla India First Showroom: ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે, મુંબઈના BKCમાં પ્રથમ શોરૂમ આ તારીખે ખુલશે.. જાણો ભારતમાં વાહનની કેટલી હશે કિંમત
Exit mobile version