Site icon

BMW M 1000 XR: ભારતમાં લોન્ચ થઇ BMW M 1000 XR વિસ્ફોટક બાઇક, રેસ ટ્રેક પર મચાવશે ધૂમ.. જાણો શું છે કિંમત અને ફીર્ચસ..

BMW M 1000 XR: BMWએ આ નવી બાઇકની સ્ટાઇલને સ્પોર્ટિયર બનાવી છે. આ બાઇકમાં M વિંગલેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેની હાઇ-સ્પીડ સ્ટેબિલિટીમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. આ BMW બાઇકમાં સ્મોક્ડ વિન્ડસ્ક્રીન, સ્પ્લિટ હેડલાઇટ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ પણ એસેમ્બલ કરવામાં આવી છે.

BMW M 1000 XR BMW has launched its BMW M 1000 XR explosive bike in India, will create a sensation on the race track.

BMW M 1000 XR BMW has launched its BMW M 1000 XR explosive bike in India, will create a sensation on the race track.

News Continuous Bureau | Mumbai

BMW M 1000 XR: BMW ની તેની નવી બાઇક ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે.  BMW M 1000 XR હવે દમદાર ફીચર્સ ( Features )  સાથે ભારતીય બજારમાં ( Indian Market ) આવી ગયું છે. BMWના M મોડલની આ ત્રીજી બાઇક છે. આ અગાઉ M 1000 RR અને M 1000 R ભારતીય બજારમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે ભારતીય બજારમાં M 1000 XR આવી ગયું છે. BMWની આ બાઇક સૌથી પાવરફુલ મોટરસાઇકલ હોવાનો દાવો કરે છે. આ બાઈકનું એન્જીન પણ એકદમ પાવરફુલ બનાવવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

BMW M 1000 XR એ S 1000 XR બાઇકની યાદ અપાવે છે. BMWએ આ નવી બાઇકની ( BMW bike )  સ્ટાઇલને સ્પોર્ટિયર બનાવી છે. આ બાઇકમાં M વિંગલેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેની હાઇ-સ્પીડ સ્ટેબિલિટીમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. આ BMW બાઇકમાં સ્મોક્ડ વિન્ડસ્ક્રીન, સ્પ્લિટ હેડલાઇટ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ પણ એસેમ્બલ કરવામાં આવી છે. આ બાઇક બે નવી પેઇન્ટ સ્કીમ અને બાર-એન્ડ મિરર્સ સાથે આવે છે. નવી પેઇન્ટ સ્કીમમાં બ્લેક સ્ટોર્મ મેટાલિક અને લાઇટ વ્હાઇટ કલરનો સમાવેશ થાય છે.

BMW M 1000 XR: BMWના આ M મોડલમાં કાર્બન ફાઈબરના ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે…

BMWના આ M મોડલમાં કાર્બન ફાઈબરના ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બાઇકના વ્હીલ્સ, ઇન્ટીગ્રેટેડ ચેઇન ગાર્ડ સાથે પાછળના વ્હીલ કવર, સાઇડ પેનલ્સ, ફ્રન્ટ વ્હીલ કવર, ઇગ્નીશન કવર, ઇનર કવર જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ બાઇકના વજનની વાત કરીએ તો આ બાઇકનું વજન 223 કિલો છે.

આ સમાચાર પણ વાંચો :  Tejasvi surya: તેજસ્વી સૂર્યા ભાજપ મહાયુતિના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ની રથયાત્રામાં જોડાયા!

BMW M 1000 XR માં 999 cc, ઇનલાઇન 4-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 12,750 rpm પર 201 PS ની શક્તિ પ્રદાન કરે છે અને 11,000 rpm પર 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ BMW બાઇકના એન્જિન સાથે 6-સ્પીડ ગિયર બોક્સ પણ જોડાયેલ છે. આ બાઇક માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે અને માત્ર 7.4 સેકન્ડમાં જ 200 kmphની સ્પીડમાં હાંસલ કરી શકે છે. આ બાઇકની ટોપ સ્પીડ 280 kmph છે.

 BMW M 1000 XR: BMW M 1000 XR માં દ્વિ-દિશાયુક્ત ક્વિકશિફ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે…

BMW M 1000 XR માં દ્વિ-દિશાયુક્ત ક્વિકશિફ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ નવી જનરેશના ટ્રેક્શન કંટ્રોલ, TPMS, વ્હીલી કંટ્રોલ, હીટેડ ગ્રિપ્સ, અનુકૂલનશીલ હેડલાઇટ્સ, શિફ્ટ આસિસ્ટન્ટ પ્રો, પીટ લેન લિમિટર, લોન્ચ કંટ્રોલ, એબીએસ, સ્લાઇડ કંટ્રોલ, યુએસબી ચાર્જિંગ સોકેટ, ઓટોમેટિક હિલ સ્ટાર્ટ કંટ્રોલ અને ડાયનેમિક બ્રેક કંટ્રોલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

BMWની આ શાનદાર બાઈકની કિંમત ખૂબ જ જોરદાર છે. આ બાઇકને રેસિંગ ટ્રેક પર જોરશોરથી દોડાવી શકાય છે. BMWએ આ નવી મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત 45 લાખ રૂપિયા રાખી છે.

 

Kia Carens Clavis EV : દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી નું બુકિંગ શરૂ.. જલદી કરો…
FASTag Transfer: ફાસ્ટેગ મામલે બેંક બલદવી છે.. આ પગલાં લો…
Tesla enters India : ટેસ્લાની ભારતમાં ભવ્ય એન્ટ્રી, મુંબઈના બીકેસીમાં પ્રથમ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ શરૂ! જાણો ક્યારથી શરૂ થશે બુકીંગ અને કિંમત…
Tesla India First Showroom: ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે, મુંબઈના BKCમાં પ્રથમ શોરૂમ આ તારીખે ખુલશે.. જાણો ભારતમાં વાહનની કેટલી હશે કિંમત
Exit mobile version