Site icon

Royal Enfield: Royal Enfield ટુંક સમયમાં જ ભારતમાં 2 નવી બાઇકો લોન્ચ કરવાની તૈયારીમાં, જેમાંથી એક બાઈકમાં 650cc એન્જિન હશે.. જાણો શું છે આ બાઈકના અન્ય ફીચર્સ..

Royal Enfield: શું તમે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો અને રોયલ એનફિલ્ડ મોટરસાયકલમાં રસ પણ ધરાવો છો? તો તમારા સારા સમાચાર છે. Royal Enfield ટૂંક સમયમાં ભારતીય બજાર માટે બે નવી બાઈક લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

Royal Enfield is preparing to launch 2 new bikes in India shortly, one of which will have a 650cc engine.

Royal Enfield is preparing to launch 2 new bikes in India shortly, one of which will have a 650cc engine.

News Continuous Bureau | Mumbai

Royal Enfield: Royal Enfield બે નવી મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે. આમાંથી એક અપડેટેડ ક્લાસિક 350 છે અને બીજી ક્લાસિક 650 બાઇક હશે. બંને બાઇકના નવા મોડલ આ વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આવનારી ક્લાસિક 350 બાઇકને આકર્ષક બનાવવા માટે, તેની કોસ્મેટિક ડિઝાઇનને સુધારવામાં આવશે અને તેમાં કેટલીક નવી સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવશે. જો કે, પાવરટ્રેનમાં કોઈ અપડેટ આવશે નહીં. જ્યારે ક્લાસિક 650 ઘણા શાનદાર ફીચર્સ અને પાવરફુલ એન્જિન સાથે કામ કરશે. 

Join Our WhatsApp Community

નવા ક્લાસિક 350 વિશે વાત કરીએ તો તેમાં કેટલાક નવા ફીચર્સ અને ડિઝાઇન અપડેટ કરી શકે છે. બાઇકના અપડેટેડ મોડલને નવા ‘J’ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. આ બાઇકમાં સંપૂર્ણ LED લાઇટિંગ, ટ્યૂબલેસ ટાયર અને નવા એલોય વ્હીલ્સ આપવામાં આવશે.

Royal Enfield: નવી Royal Enfield Classic 350માં 349cc સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન રહેશે…

નવી Royal Enfield Classic 350માં 349cc સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન રહેશે. આ એન્જિન 20.2bhpનો પાવર અને 27Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ જ સેટઅપ Royal Enfield Meteor માં ( Royal Enfield Meteor 350 ) પણ જોવા મળે છે. એન્જિન સાથે વાઇબ્રેશન ઘટાડવા માટે કાઉન્ટર-બેલેન્સર શાફ્ટ પણ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Sam Pitroda: એક ગુજરાતી ‘સુથાર’ પહેલીવાર ઈન્દિરા ગાંધીને મળ્યો ત્યારે શું થયું? ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવનારા સામ પિત્રોડાની શું છે કહાણી..

બાઇકમાં ( Royal Enfield bikes ) આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં ટ્વીન ગેસ ચાર્જ્ડ સસ્પેન્શન આપવામાં આવશે. આ સિવાય આગળ અને પાછળ ડિસ્ક બ્રેક અને ડ્યુઅલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવી શકે છે.

વાત કરીએ ક્લાસિક 650ની તો ક્રોમ રિમ્સ, રાઉન્ડ ઈન્ડિકેટર્સ અને મિરર્સ, કંપનીના સિગ્નેચર પાઈલટ લેમ્પ્સ અને નવી ટેલલાઈટ્સ સાથે રાઉન્ડ હેડલાઈટ્સ ઓફર કરી શકે છે. લીક થયેલી તસવીરો અનુસાર, Royal Enfield Classic 650 વધુ આરામદાયક સીટ, ઉચ્ચ હેન્ડલબાર અને મિડ-સેટ ફૂટપેગ્સ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સિવાય બાઇકને પીશૂટર સસ્પેન્સર અને ક્રોમ ફિનિશ સાથે બોડી કવર પણ આપવામાં આવી શકે છે. તેના સસ્પેન્શન સેટઅપમાં ટેલિસ્કોપિક ફોર્ક્સને પણ સ્થાન આપવામાં આવશે.

Royal Enfield: Royal Enfield Classic 650ની કિંમત 3.3 લાખથી 3.7 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની શક્યતા છે….

હાલમાં, નવી ક્લાસિક 350 અને ક્લાસિક 650 (  Royal Enfield 650 ) બંને બાઇકની કિંમત જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે 2024 Royal Enfield Classic 350 ની કિંમત વર્તમાન મોડલ જેટલી જ રહેશે. આ બાઇકની વર્તમાન એક્સ-શોરૂમ કિંમત 1.93 લાખ રૂપિયા છે. જ્યારે Royal Enfield Classic 650ની કિંમત 3.3 લાખથી 3.7 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની શક્યતા છે. આ કિંમત એક્સ-શોરૂમ પ્રમાણે હશે.-

આ સમાચાર પણ વાંચો :  Pakistan Gold Mines: પાકિસ્તાન સાઉદી અરેબિયાને તેની સોનાની ખાણો વેચી રહ્યું છે, પાકિસ્તાની લોકોએ શાહબાઝ સરકારને નકામી ગણાવી.

Kia Carens Clavis EV : દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી નું બુકિંગ શરૂ.. જલદી કરો…
FASTag Transfer: ફાસ્ટેગ મામલે બેંક બલદવી છે.. આ પગલાં લો…
Tesla enters India : ટેસ્લાની ભારતમાં ભવ્ય એન્ટ્રી, મુંબઈના બીકેસીમાં પ્રથમ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ શરૂ! જાણો ક્યારથી શરૂ થશે બુકીંગ અને કિંમત…
Tesla India First Showroom: ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે, મુંબઈના BKCમાં પ્રથમ શોરૂમ આ તારીખે ખુલશે.. જાણો ભારતમાં વાહનની કેટલી હશે કિંમત
Exit mobile version