Site icon

Tata Nexon: TATA નો કમાલ! NEXONનું સસ્તું વેરિઅન્ટ લૉન્ચ, Tata ની આકર્ષક કિંમતમાં રૂ. 1.10 લાખનો ઘટાડો.. જાણો શું આની વિશેષતા…

Tata Nexon: Tata Nexonને સૌથી સસ્તું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ મળ્યું છે. તેની કિંમત 8 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી ઓછી છે. તે 6 એરબેગ્સ જેવા સેફ્ટી ફીચર્સથી સજ્જ છે.

Tata Nexon Awesome of TATA! Tata launches an affordable variant of NEXON at an attractive price of Rs. 1.10 lakh reduction

Tata Nexon Awesome of TATA! Tata launches an affordable variant of NEXON at an attractive price of Rs. 1.10 lakh reduction

 News Continuous Bureau | Mumbai

Tata Nexon: દેશની અગ્રણી કાર ઉત્પાદન કંપની ટાટા મોટર્સે ( TATA Motors ) તાજેતરમાં જ તેની પ્રખ્યાત SUV Tata Nexonનું નવું વેરિઅન્ટ બજારમાં લોન્ચ કર્યું હતું. જેમાં આકર્ષક દેખાવ અને દમદાર એન્જિનથી સજ્જ આ SUVની ( SUV Car ) તે સમયે શરૂઆતની કિંમત 8.15 લાખ રૂપિયા હતી. પરંતુ હવે કંપનીએ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન્સ બંનેમાં તેનું નવું સસ્તું બેઝ વેરિઅન્ટ રજૂ કર્યું છે. કંપનીએ તેનું નામ Nexon Smart (O) રાખ્યું છે. તેના બેઝ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

Tata Nexonનું આ પેટ્રોલ બેઝ વેરિઅન્ટ લગભગ 15,000 રૂપિયા સસ્તું છે. બીજી તરફ, કંપનીએ ડીઝલ બેઝ વેરિઅન્ટની શરૂઆતની કિંમત 10 લાખ રૂપિયા નક્કી કરી છે. માર્કેટમાં Mahindra XUV 3XO ના આવ્યા પછી હાલ બજારમાં સ્પર્ધા વધુ વધી ગઈ છે. વાસ્તવમાં, મહિન્દ્રાએ તેની SUVને   7.49 રૂપિયાની ખૂબ જ ઓછી કિંમતે બજારમાં ઉતારી છે. તેથી હાલ શક્ય છે કે તેના કારણે ટાટાએ Nexonનું નવું બેઝ વેરિઅન્ટ રજૂ કર્યું હોય.

  Tata Nexon: ટાટા મોટર્સે નેક્સનના કેટલાક અન્ય વેરિઅન્ટની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે…

ટાટા મોટર્સે નેક્સનના કેટલાક અન્ય વેરિઅન્ટની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે. જેમાં સ્માર્ટ પ્લસ અને સ્માર્ટ પ્લસ એસ વેરિઅન્ટની કિંમતમાં અનુક્રમે રૂ. 30,000 અને રૂ. 40,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે Smart+ની કિંમત 8.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને Smart+S વેરિઅન્ટની કિંમત 9.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  ASEAN: ASEAN-ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ સંયુક્ત સમિતિની ચોથી બેઠક મળી

ટાટા મોટર્સે નેક્સોન ડીઝલને બે નવા વેરિઅન્ટ્સ (Smart + અને Smart + S) માં રજૂ કર્યું છે. સ્માર્ટ પ્લસ એ નવું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ છે અને તેની કિંમત 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને સ્માર્ટ પ્લસ એસ વેરિઅન્ટ માટે ગ્રાહકોએ 10.60 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ નવા વેરિઅન્ટ્સ લૉન્ચ થયા પછી નેક્સોન ડીઝલની ( Nexon Diesel ) કિંમત અગાઉના મોડલની સરખામણીમાં 1.10 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

Tata Nexon: Tata Nexonના આ નવા બેઝ વેરિઅન્ટના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી…

Tata Nexonના આ નવા બેઝ વેરિઅન્ટના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાની જેમ જ, તેમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ (120hp પાવર અને 170Nm ટોર્ક) એન્જિન અને 1.5 લિટર ડીઝલ એન્જિન (115hp પાવર અને 260Nm ટોર્ક) સાથે આવે છે. 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ AMT સિવાય, આ SUVમાં 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ આપવામાં આવે છે.

Tata Nexonને 10.25-ઇંચની ટચસ્ક્રીન, સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ક્રૂઝ કંટ્રોલ, સબવૂફર સાથે 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, વૉઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ અને વધુમાં ઘણું બધું મળે છે. સલામતીની દ્રષ્ટિએ, આમાં 6 એરબેગ્સ, હિલ-સ્ટાર્ટ સહાય, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ ( ESP ), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), 360-ડિગ્રી કેમેરા વગેરેનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  PM Surya Ghar : ટાટા પાવરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂ. 10000 કરોડનો બિઝનેસ મળી શકે છે.. શેરમાં પણ થશે સુધાર..

Kia Carens Clavis EV : દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી નું બુકિંગ શરૂ.. જલદી કરો…
FASTag Transfer: ફાસ્ટેગ મામલે બેંક બલદવી છે.. આ પગલાં લો…
Tesla enters India : ટેસ્લાની ભારતમાં ભવ્ય એન્ટ્રી, મુંબઈના બીકેસીમાં પ્રથમ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ શરૂ! જાણો ક્યારથી શરૂ થશે બુકીંગ અને કિંમત…
Tesla India First Showroom: ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે, મુંબઈના BKCમાં પ્રથમ શોરૂમ આ તારીખે ખુલશે.. જાણો ભારતમાં વાહનની કેટલી હશે કિંમત
Exit mobile version