Site icon News Continuous Bureau | Mumbai

Vehicle PUC Certificate Rules વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર! હવે દર વર્ષે PUC કઢાવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, જાણો નિયમોમાં શું થયો ફેરફાર

Vehicle PUC Certificate Rules માર્ગ પરિવહન મંત્રાલયે પીયુસી નિયમોમાં સુધારા અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

Vehicle PUC Certificate Rules  વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર! હવે દર વર્ષે PUC કઢાવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, જાણો નિયમોમાં શું થયો ફેરફાર

Vehicle PUC Certificate Rules વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર! હવે દર વર્ષે PUC કઢાવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, જાણો નિયમોમાં શું થયો ફેરફાર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Vehicle PUC Certificate Rules દેશના કરોડો કાર અને બાઇક માલિકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 6 વર્ષ સુધીના જૂના બીએસ 6 ખાાનગી વાહનો માટે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટની માન્યતા 1 વર્ષથી વધારીને 3 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Vehicle PUC Certificate Rules – વાહનોની વય અનુસાર પીયુસીની માન્યતા નક્કી કરવાનો પ્રસ્તાવ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રસ્તાવ અનુસાર, 6 વર્ષ સુધીના જૂના બીએસ 6 ખાનગી વાહનો માટે પીયુસીની મુદત 3 વર્ષ રહેશે. જ્યારે 6 થી 10 વર્ષ જૂના બીએસ 6 વાહનો માટે દર વર્ષે અને 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે દર 6 મહિને પીયુસી રિન્યૂ કરાવવું પડશે. આ ઉપરાંત બીએસ 4 વાહનો માટે 6 મહિના અને બીએસ 1, બીએસ 2 તથા બીએસ 3 વાહનો માટે દર 3 મહિને પીયુસી મેળવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Vehicle PUC Certificate Rules – કમર્શિયલ વાહનો માટે અલગ નિયમોની જોગવાઈ

આ પ્રસ્તાવમાં બીએસ 6 કમર્શિયલ એટલે કે વ્યાવસાયિક વાહનો માટે અલગ વ્યવસ્થા સૂચવવામાં આવી છે. 6 વર્ષ સુધીના જૂના માલવાહક બીએસ 6 વાહનો માટે પીયુસી 2 વર્ષ સુધી માન્ય રહેશે. 6 થી 10 વર્ષ જૂના વાહનો માટે દર વર્ષે અને 10 વર્ષથી વધુ જૂના કમર્શિયલ વાહનો માટે દર 6 મહિને પીયુસી રિન્યૂ કરાવવું અનિવાર્ય રહેશે.

Vehicle PUC Certificate Rules – નવો નિયમ ક્યારથી અમલમાં આવશે?

સરકારે હાલ આ નિયમ અંગેનો મુસદ્દો જાહેર કર્યો છે અને નાગરિકો પાસેથી વાંધા તેમજ સૂચનો મંગાવવામાં આવ્યા છે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ સૂચના બહાર પાડીને સમગ્ર દેશમાં આ નવો નિયમ લાગુ કરશે. જો કોઈ વાહનચાલક પીયુસીની મુદત પૂરી થવાના 10 દિવસ પહેલાં રિન્યૂ કરાવશે, તો નવી માન્યતા જૂના સર્ટિફિકેટની છેલ્લી તારીખથી જ ગણવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
E20 Fuel Policy Controversy ઈ20 પેટ્રોલમાં ભેળસેળ મુદ્દે બબાલ, નિતિન ગડકરી અને હરદીપ પુરીના રાજીનામાની માંગ સાથે ટેક્સી યુનિયનનો સંસદ માર્ચ

Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Ethanol Blended Petrol Mileage ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી બાઇકના એન્જિન અને માઇલેજ પર શું અસર થશે? હીરો મોટોકોર્પે સ્થિતિ સ્પષ્ટ કરી
Tesla Vehicle Recall કાર માલિકો માટે એલર્ટ ટેસ્લાની ૨૦ લાખથી વધુ ગાડીઓમાં ખતરો, સુરક્ષા કારણોસર કંપનીએ પાછી ખેંચી ગાડીઓ.
E20 Petrol Damage Complaints E20 પેટ્રોલના કારણે વાહનોને થતા નુકસાનની ફરિયાદો વધી, સરકાર બજારમાં લાવશે નવું વૈકલ્પિક ઇંધણ
Exit mobile version