News Continuous Bureau | Mumbai
Avoid Facials: મહિલાઓ ચહેરાને ગ્લો આપવા માટે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરાવે છે, જેમાં ફેશિયલ સૌથી સામાન્ય છે. પરંતુ ડર્મેટોલોજિસ્ટ કહે છે કે દરેક ફેશિયલ ત્વચા માટે યોગ્ય નથી. જો તમે રેસ્ટોરન્ટના મેન્યૂની જેમ કોઈ પણ ફેશિયલ પસંદ કરીને કરાવી લો, તો તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.તેમણે 4 એવા ફેશિયલ્સ વિશે ચેતવણી આપી છે, જે ભૂલથી પણ કરાવા ન જોઈએ
ફ્રૂટ ફેશિયલ
સસ્તું અને નેચરલ લાગતું ફ્રૂટ ફેશિયલ ત્વચાના સ્કિન બેરિયરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમને એક્ને હોય, તો આ ફેશિયલ તેને વધુ ટ્રિગર કરી શકે છે.
સેલૂન હાઈડ્રા ફેશિયલ
હાઈડ્રા ફેશિયલ સામાન્ય રીતે મોંઘું હોય છે, પણ કેટલાક પાર્લર સસ્તામાં કરે છે. એક્સપર્ટ કહે છે કે આવા પાર્લરમાં ઉપયોગ થતા પ્રોડક્ટ્સ અને સાધનો વિશે કોઈ ખાતરી નથી. આ ફેશિયલ માત્ર પ્રમાણિત ડર્મેટોલોજિસ્ટ પાસેથી જ કરાવવો જોઈએ.
ગોલ્ડ ફેશિયલ
ગોલ્ડ ફેશિયલમાં શિમર અને બ્લીચ હોય છે, જે ત્વચા પર કેમિકલ બર્ન કરી શકે છે. એક્સપર્ટ કહે છે કે આ સૌથી ખરાબ ફેશિયલ્સમાંના એક છે.
આ સમાચાર પણ વાંચો : Home Remedies for White Hair: ડાઈ માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી, કાંદા ના છીલકા સાથે આ એક વસ્તુ કરો મિક્સ
અરોમા ફેશિયલ
અરોમા ફેશિયલ ત્વચાની સેન્સિટિવિટી, એક્ઝિમા અને એલર્જી જેવી સમસ્યાઓને વધુ ઉગ્ર બનાવી શકે છે. સેન્સિટિવ સ્કિન ધરાવતી વ્યક્તિઓએ આ ફેશિયલ ટાળવો જોઈએ.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)