Site icon

આઈબ્રોને જાડી અને ઘટાદાર કરવા અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા, એક અઠવાડિયામાં દેખાશે ગ્રોથ

 News Continuous Bureau | Mumbai

આઈબ્રો જાડી દેખાડવા માટે, કોસ્મેટિક ઉદ્યોગ હંમેશા પેન્સિલથી લઈને જેલ જેવી એવી કેટલીયે વસ્તુઓ વેચતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મેકઅપ સિવાય પણ એવી ટ્રિક્સ છે જે તમને જાડી આઈબ્રો બનાવવામાં મદદ કરી શકે છે! જો તમે તમારી આઈબ્રોને જાડી બનાવવા માંગો છો, તો તમે ઘણા ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. પછી ભલે તમને વાળ ખરવા ની સમસ્યા હોય અથવા કુદરતી રીતે પાતળી ભમર હોય. તો આવો જાણીયે આવા જ કેટલાક ઘરેલુ ઉપચાર વિશે

Join Our WhatsApp Community

ટી ટ્રી ઓઇલ

નારિયેળના તેલની જેમ ટી ટ્રી ઓઈલ પણ વાળની ​​વૃદ્ધિ અને જાડાઈ માટે સારું માનવામાં આવે છે. આને રોજ તમારી આઈબ્રો પર લગાવો અને આખી રાત રહેવા દો.

આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે.  મુંબઈની ખચાખચ ભીડ ભરેલી લોકલમાં પણ એક મહિલા ટિકિટ ચેકર વિના કોઈ શરમ એ પોતાનું કામ કરી રહી છે. વીડિયો થયો વાયરલ.

દિવેલ

એરંડાના તેલમાં એવા ગુણ હોય છે જે વાળના વિકાસમાં ફાયદાકારક સાબિત થાય છે. આ તેલ આઈબ્રો પર લગાવો અને 2-3 મિનિટ મસાજ કરો. અડધા કલાક પછી ધોઈ લો.

કુંવરપાઠુ (એલોવેરા )

એલોવેરા ત્વચા ના ઉપચાર માટે જાણીતું છે, પરંતુ તે વાળના વિકાસમાં પણ મદદ કરી શકે છે. એલોવેરાના પાનમાંથી જેલ કાઢો અને તેને તમારી આઈબ્રો પર લગાવો. જો તમારે જાડી ભમર જોઈતી હોય , તો તેને ત્વચા ની અંદર સુધી જવા દો અને તે સુકાય નહિ ત્યાં સુધી રહેવા દો. તેને અઠવાડિયામાં ઘણી વખત લગાવો.

આ સમાચાર પણ વાંચો: સવારે ઉઠતાની સાથે ભૂલ માં પણ ના કરો આ કામ- દિવસ થશે ખરાબ-આવી શકે છે મુશ્કેલી

ડુંગળીનો રસ

ડુંગળીના રસમાં સલ્ફર જોવા મળે છે, જેનાથી વાળ ઝડપથી વધે છે અને ઘટ્ટ થવામાં મદદ કરે છે. આ માટે એક ડુંગળીનો રસ કાઢીને આઈબ્રો પર લગાવો. થોડી વાર રહેવા દો, જ્યારે જ્યુસ સુકાઈ જાય તો તેને પાણીથી ધોઈ લો.

દૂધ

દૂધમાં પ્રોટીનની માત્રા ખૂબ સારી હોય છે, જે તમારા વાળના મૂળ માટે ખોરાકનું કામ કરે છે. મતલબ કે તમે આઈબ્રોના વાળને ઘટ્ટ કરવા માટે દૂધનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં એક ચમચી દૂધ લો અને પછી તેને કોટનની મદદથી આઈબ્રો પર લગાવો. આઈબ્રો પર દૂધ સારી રીતે લગાવો જેથી આ પોષણ દરેક વાળ સુધી પહોંચે. તમે થોડા અઠવાડિયામાં પરિણામ જોશો.

Hair Growth Tips: ગંજાપણું દૂર કરવા માટે અપનાવો અદભૂત દેશી જુગાડ; ઘરે બનાવો આ જાદુઈ તેલ અને મેળવો લાંબા-ઘાટા વાળ
Ginger Benefits for Skin: આદુના ટુકડા સાથે મિક્સ કરો આ વસ્તુઓ: 1 અઠવાડિયામાં ચહેરો ચમકશે અને વાળ મૂળમાંથી મજબૂત થશે, જાણો ઘરેલુ નુસખો.
Almond Peel Benefits for Skin: હવે બદામના ફોતરાં ફેંકવાની ભૂલ ન કરતા: મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને પણ આપશે માત, આ રીતે ઘરે બનાવો નેચરલ સ્ક્રબ
Watermelon Seeds for Skin Glow: તરબૂચના બીજ ફેંકતા પહેલા આ વાંચો! ચહેરા પર લાવશે એવું કુદરતી નૂર કે મોંઘા ફેસિયલ પણ ફેકાશે પાછળ, જાણો ઉપયોગની રીત
Exit mobile version