News Continuous Bureau | Mumbai
સુંદર અને ગ્લોઈંગ સ્કિનની ઈચ્છા આપણે સૌને હોય છે, પરંતુ આવી ત્વચા સરળતાથી મેળવવી ખૂબ મુશ્કેલ છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ઠંડીને કારણે ત્વચામાં તિરાડ પડી જાય છે અને ખરબચડી દેખાય છે. આવી નિર્જીવ ખરબચડી ત્વચાથી છુટકારો મેળવવા માટે તમે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
ગાજર – ટામેટાંનો રસ (carrot and tomato juice)
જો તમારો ચેહરો વધુ પડતો ખરબચડો દેખાતો હોય તો તમે ગાજર અને ટામેટાંનો રસ મિક્સ કરી શકો છો. તેને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો.
દહીંમાં કેસર મિક્સ કરો (curd face pack)
દહીંને ફેસ પેક તરીકે લગાવવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. બે ચમચી દહીંમાં ત્રણ સેર કેસર ઉમેરો અને પછી તેને સારી રીતે હલાવો અને ચહેરા પર લગાવો. સુકવી લો અને પછી ચહેરો ધોઈ લો. ચહેરાને સ્વચ્છ અને ચમકદાર બનાવવા માટે તેને અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવો.
આ સમાચાર પણ વાંચો: બિસ્કીટ ખાઈને જ જીવે છે આ છોકરી, અજીબ રોગને કારણે સુકાઈ ગઈ છે!
ઓલિવ ઓઈલમાં (Olive oil) એપલ સીડર વિનેગર ઉમેરો
ત્વચાની ખરબચડી દૂર કરવા માટે ઓલિવ ઓઈલમાં એપલ સીડર વિનેગર (apple cider vinegar) મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેને લગાવવા માટે બંને વસ્તુઓને મિક્સ કરીને એક ડબ્બીમાં ભરી દો રાખો અને પછી રાત્રે તેને ચેહરા પર લગાવી ને સૂઈ જાઓ. સવારે નવશેકા પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી ચહેરાની ખરબચડી તવચા દૂર થશે.
ધ્યાન રાખો: જ્યારે ત્વચા ખરબચડી હોય ત્યારે ચહેરા પર કંઈપણ લગાવવાથી બળતરા અને ખંજવાળ આવે છે, આવી સ્થિતિમાં તમે થોડું સહન કરી શકો છો. પરંતુ જો ત્વચા પર ઘણી બળતરા થતી હોય તો ફેસ પેક લગાવવાનું ટાળો.
