Site icon

Black underarms Remedies : હવે કાળા અંડરઆર્મ્સથી નહીં આવે શરમ, આ ઘરેલુ ઉપાય અજમાવી મેળવો છુટકારો

Black underarms Remedies : જો તમે ડાર્ક અંડરઆર્મ્સને કારણે તમારી પસંદનો ડ્રેસ પહેરી શકતા નથી અથવા લોકોની સામે શરમ અનુભવો છો, તો આ ઘરેલું ઉપાય તમારી સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે.

Black underarms Remedies Effective home remedies to lighten dark underarms

Black underarms Remedies Effective home remedies to lighten dark underarms

News Continuous Bureau | Mumbai

Black underarms Remedies : ઉનાળામાં સ્લીવલેસ ડ્રેસ માત્ર ગરમીથી રાહત જ નથી આપતો પણ લુકને પણ વધારે છે. સ્લીવલેસ ડ્રેસ ત્યારે જ સારો લાગે છે જ્યારે તમારા અન્ડરઆર્મ્સ સ્વચ્છ અને ચમકતા હોય. પરંતુ ડાર્ક અંડરઆર્મ્સ ક્યારેક અકળામણનું કારણ બની જાય છે. . અંડરઆર્મ્સ કાળા થવા પાછળ ઘણા કારણો છે. જેમાં યોગ્ય રીતે સફાઈ ન કરવી, હાયપરપીગ્મેન્ટેશન, વધુ પડતા ટાઈટ કપડા પહેરવાને કારણે, વાળ દૂર કરવા માટે રેઝરનો ઉપયોગ, ડેડ સ્કિનનો જમાવડો મુખ્ય છે. ડાર્ક અંડરઆર્મ્સ ન માત્ર ખૂબ જ ખરાબ લાગે છે પણ ક્યારેક તે શરમનું કારણ પણ બની જાય છે.  આવી સ્થિતિમાં, જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ ઉપાય અજમાવો.  

Join Our WhatsApp Community

 અપનાવો હળદરનો આ અસરકારક ઉપાય-

ડાર્ક અંડરઆર્મ્સને દૂર કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ખાવાનો સોડા, એક ચમચી મધ, 1 ચમચી ગુલાબજળ અથવા કાચું દૂધ નાખીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાર્ક અંડરઆર્મ્સ પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. નિર્ધારિત સમય પછી, તમારા અન્ડરઆર્મ્સને સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય દરરોજ સ્નાન કરતા પહેલા એકવાર કરો. તમે જોશો કે હળદરના આ ઉપાયનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસોમાં અંડરઆર્મ્સનો કાળો દૂર થવા લાગશે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૮ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આ રેસીપી આ રીતે દૂર કરે છે અંડરઆર્મ્સની કાળાશ –

હળદર અને ખાવાનો સોડા બંનેમાં બ્લીચિંગ ગુણ હોય છે. હળદર ત્વચાનો રંગ સુધારે છે અને કાળાશ ઘટાડે છે. જ્યારે બેકિંગ સોડા ત્વચાને એક્સફોલિએટ કરીને મૃત ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. જે ત્વચાની કાળાશ પણ દૂર કરે છે. તેમાં ફૂગ વિરોધી ગુણો છે અને ત્વચામાં જમા થયેલી ગંદકી અને બેક્ટેરિયાને સાફ કરવાની શક્તિ છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Dark Spots Around Lips: શું તમારું સ્મિત કાળાશ પાછળ છુપાઈ ગયું છે? કેમિકલવાળી પ્રોડક્ટ્સને કહો ટાટા-બાય બાય; આ કુદરતી જેલ રાતોરાત બતાવશે જાદુઈ અસર.
Banana Hair Mask for Silky Hair: પાકેલા કેળાથી ઘરે જ કરો હેર સ્પા; વાળને સિલ્કી અને મજબૂત બનાવવાની સૌથી સરળ અને સસ્તી રીત
Dragon Fruit for Glowing Skin: મોંઘી ક્રીમ ફેંકી દો! ડ્રેગન ફ્રૂટથી ઘરે જ બનાવો આ ૩ સ્પેશિયલ ફેસપેક; માત્ર ૧૦ મિનિટમાં મળશે કાચ જેવી ચમકતી ત્વચા
Hair Growth Tips: ગંજાપણું દૂર કરવા માટે અપનાવો અદભૂત દેશી જુગાડ; ઘરે બનાવો આ જાદુઈ તેલ અને મેળવો લાંબા-ઘાટા વાળ
Exit mobile version