Site icon

Curd Face Packs: ગ્લોઈંગ સ્કિન માટે આ 5 રીતે ચહેરા પર લગાવો દહીં, કરચલીઓ, ફોલ્લીઓ અને ડાઘ જેવી સમસ્યાઓ થશે દૂર .

Curd Face Packs: દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી પેટને ઠંડક મળે છે. આ સિવાય દહીં તમારી ત્વચા માટે પણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેનાથી ત્વચાની સુંદરતા વધે છે. આ ઉપરાંત તમારી ત્વચાને પૂરતું પોષણ મળે છે. દહીંનો ફેસ પેક નિયમિતપણે ત્વચા પર લગાવવાથી ત્વચાની ચમક અને કોમળતા વધે છે. આ ઉપરાંત તે તમારી ત્વચાની મુલાયમતા પણ વધારે છે. તેમાં રહેલું વિટામિન સી ત્વચાના રંગને પણ નિખારે છે.

Curd Face Packs: Benefits of using Curd for face and how to use it!

Curd Face Packs: Benefits of using Curd for face and how to use it!

News Continuous Bureau | Mumbai 

Curd Face Packs: આજકાલ લોકો તેમની ત્વચાની સંભાળ (Skin care) રાખવા માટે ઘણી સારવાર કરાવે છે. પરંતુ, જો તમે આ રીતે દહીં (Curd) લગાવશો તો પાર્લરનો ખર્ચ અડધો થઈ જશે. દહીંનો ઉપયોગ ત્વચાને નિખારવા (Glowing skin) તેમજ તેને કોમળ અને મુલાયમ બનાવવા માટે કરી શકાય છે. દહીં માત્ર સ્વાસ્થ્ય (health) માટે જ ફાયદાકારક નથી પરંતુ ત્વચાને પણ તેનાથી ઘણા ફાયદા થાય છે. દહીંમાં વિટામિન ડી હોય છે જે ત્વચાને ઘણા ફાયદા (benefits) આપે છે અને લેક્ટિક એસિડ પણ જે ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે. તેનાથી ત્વચાને ભેજ પણ મળે છે અને ટેનિંગ ઘટાડવાની અસર પણ થાય છે. જાણો કઈ રીતે ચહેરા પર દહીં (Curd Face pack) લગાવી શકાય છે જેથી ટેનિંગ, બેજાન ત્વચા, શુષ્કતા અને ખીલ જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

Join Our WhatsApp Community

દહીં અને ચણાનો લોટ

દહીંમાં ચણાનો લોટ (બેસન) ઉમેરીને ફેસ પેક બનાવવાથી તે ત્વચા પર સ્ક્રબ જેવું કામ કરે છે અને મૃત ત્વચાને દૂર કરે છે. ફેસ પેક બનાવવા માટે એક ચમચી ચણાના લોટમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ ફેસ પેકને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ચહેરો ધોઈ લો. ત્વચામાં ચમક આવશે.

દહીં અને લીંબુ

ત્વચાને નિખારવા માટે, આ ફેસ પેકને એક પળમાં તૈયાર કરીને લગાવી શકાય છે. એક બાઉલમાં દહીં લો અને તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. તેને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો ધોઈ લો.

આ સમાચાર પણ વાંચો : Mumbai News: શહેરમાં 5 વર્ષમાં સૌથી વધુ વાહક જન્ય રોગ, આંકડા ચોંકવનાર..જાણો શું મુખ્ય કારણ..વાંચો શું રાખવી સાવચેતી…

દહીં અને મધ

ખાસ કરીને આ ફેસ પેકની સારી અસર શુષ્ક ત્વચા પર જોવા મળે છે. તેનાથી ત્વચાને ભેજ પણ મળે છે અને ત્વચા પણ કોમળ બનવા લાગે છે. 2 ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને આ ફેસ પેક તૈયાર કરો. તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો.  

દહીં અને ટામેટા

જો ચહેરા પર મોટા ખુલ્લા છિદ્રો દેખાય છે, તો તમે આ ફેસ પેક લગાવી શકો છો. આ ચહેરા પર ત્વચાને ટાઈટીંગ ઈફેક્ટ આપે છે. ટામેટાંનો રસ અને દહીંને સમાન માત્રામાં મિક્સ કરીને આ ફેસ પેક તૈયાર કરો, તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. ચહેરા પરથી ટેનિંગ પણ ઓછું થાય છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.) 

Beetroot Face Pack: ગ્લોઇંગ સ્કિન મેળવવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો, ટ્રાય કરો આ હોમ રેમેડી!
Ragi Face Pack: રાગીનો ઉપયોગ કરીને કુદરતી રીતે તમારી ત્વચાને બનાવો વધુ સુંદર, જાણો આ સરળ બ્યૂટી ટિપ્સ.
Winter Skincare: સોફ્ટ અને ગ્લોવિંગ સ્કિન માટે ડાયેટમાં ઉમેરો આ સુપરફૂડ્સ, શિયાળા માં પણ સ્કિન રહેશે હેલ્થી
Skin Care Tips: વેટ વાઇપ્સથી મેકઅપ દૂર કરવું યોગ્ય કે ખોટું? સ્કિન એક્સપર્ટ્સે બતાવી હકીકત
Exit mobile version