Site icon

Deodorant or Roll-On: ડિઓડરન્ટ કે રોલ-ઓન? ત્વચા માટે શું છે વધુ સુરક્ષિત? જાણો ડોક્ટરનો જવાબ

Deodorant or Roll-On: ડિઓડરન્ટમાં હોય છે વધુ અલ્કોહોલ અને ફ્રેગ્રેન્સ, જ્યારે રોલ-ઓન ત્વચા માટે વધુ નરમ અને ઓછું એલર્જીક

Deodorant or Roll-On: What’s Safer for Your Skin? Dermatologist Explains

Deodorant or Roll-On: What’s Safer for Your Skin? Dermatologist Explains

News Continuous Bureau | Mumbai

Deodorant or Roll-On: ઘણા લોકો રોજ સવારે ઘરમાંથી નીકળતા પહેલા ડિઓડરન્ટ અથવા રોલ-ઓન લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંનેમાં ત્વચા માટે શું વધુ સુરક્ષિત છે? એક ડર્મોટોલોજિસ્ટ ના જણાવ્યા અનુસાર, ડિઓડરન્ટમાં અલ્કોહોલ અને ફ્રેગ્રેન્સ વધુ હોય છે, જે ત્વચાને એલર્જીક રિએક્શન તરફ લઈ જઈ શકે છે.

Join Our WhatsApp Community

ડિઓડરન્ટ: સુગંધ તો આપે છે, પણ ત્વચા માટે જોખમ પણ

ડિઓડરન્ટમાં વધુ પ્રમાણમાં અલ્કોહોલ હોય છે, જે ત્વચાનું pH એસિડિક બનાવે છે. આથી બેક્ટેરિયા ઓછા થાય છે અને દુર્ગંધ અટકાય છે. પરંતુ આમાં રહેલી ફ્રેગ્રેન્સ અને કેમિકલ્સ ત્વચાને એલર્જી  આપી શકે છે. આથી કોન્ટેક્ટ ડર્મેટાઈટીસ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.

રોલ-ઓન: ત્વચા માટે વધુ નરમ વિકલ્પ

રોલ-ઓનમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને અલ્કોહોલ ઓછું હોય છે. આથી તે ત્વચા પર સીધો લાગતો હોવા છતાં એલર્જી થવાનું જોખમ ઓછું હોય છે. ડર્મોટોલોજિસ્ટ ના જણાવ્યા અનુસાર, રોલ-ઓન ડિઓડરન્ટ કરતાં વધુ સુરક્ષિત વિકલ્પ છે, ખાસ કરીને સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે.

આ સમાચાર પણ વાંચો : Face Wash with Cold Water: મોંઘા ફેસવોશ છોડો અને અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય, જે ત્વચાને આપે છે તાજગી અને આરામ

ખરીદતી વખતે રાખો આ એક વાતનું ધ્યાન

ડિઓડરન્ટ કે રોલ-ઓન ખરીદતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં એલ્યુમિનિયમ સોલ્ટ્સ   હોય. આ તત્વ પસીનાને અટકાવે છે અને દુર્ગંધ ઘટાડે છે. સ્વેટ ગ્લાન્ડ્સને બ્લોક કરીને બેક્ટેરિયા માટે ખોરાક ઓછો રહે છે, જે દુર્ગંધનું મુખ્ય કારણ હોય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Jacqueline Fernandez Drink: પરફ્યુમ ભૂલી જશો! જેક્લિન ફર્નાન્ડિસનો ‘દેશી નુસખો’, આ ડ્રિંક પીવાથી તમે પણ રહેશો સુગંધિત
Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
Homemade Ubtan: ચમકતી ત્વચા નું રહસ્ય: મોંઘા ફેશિયલ નહીં, દાળ-ચોખાનું ઉબટન ટ્રાય કરો.
Oil for dry skin : શિયાળામાં ચહેરા પર લગાવો આ 4 તેલ, ત્વચા બનશે સુંદર અને મુલાયમ
Exit mobile version