Site icon

Dry Skin Home Remedies : શિયાળામાં શુષ્ક ત્વચા રહેશે મુલાયમ, અપનાવો આ ટિપ્સ..

Dry Skin Home Remedies : શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને અસર કરે છે, શુષ્ક ત્વચાની સમસ્યા લગભગ દરેક વ્યક્તિને સમાન રીતે અસર કરે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ. ડ્રાય સ્કિનની સમસ્યા વધતી ઉંમર સાથે વધે છે. શુષ્ક ત્વચાની સમસ્યા બાળકો કરતાં મોટી ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે.

Dry Skin Home Remedies How to keep your skin from getting dry this winter

Dry Skin Home Remedies How to keep your skin from getting dry this winter

News Continuous Bureau | Mumbai

Dry Skin Home Remedies : બદલાતી ઋતુમાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. શુષ્ક ત્વચા  (Dry Skin) માં ભેજ દેખાતો નથી અને ત્વચાની ચમક પણ ખોવાઈ જાય છે. આ ઉપરાંત જો ત્વચા પર સહેજ પણ ખંજવાળ આવે છે, તો સફેદ રેખાઓ આવે છે. જો તમારી ત્વચા પણ આ ઋતુમાં ભેજની ઉણપને કારણે ડ્રાય થઇ રહી છે, તો અહીં જણાવેલી કેટલીક પદ્ધતિઓ ત્વચાને નમી આપવામાં મદદરૂપ થશે અને ત્વચાને ચમકદાર પણ બનાવે છે. આ સિઝનમાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી તે જાણીએ.

Join Our WhatsApp Community

શુષ્ક ત્વચાની સંભાળ રાખવા માટેની ટિપ્સ

અતિશય શુષ્ક ત્વચા માટે ઘણા કારણો હોઈ શકે છે. હવામાનમાં ફેરફાર, અતિશય ગરમીમાં રહેવું, ગરમ પાણીથી સ્નાન કરવું, હાર્ડ સાબુ  પણ ત્વચાની શુષ્કતા ( Skin Dryness )  નું કારણ બને છે.

ઘણી વખત, ક્રીમ શુષ્ક ત્વચા પર તેલની જેમ સારી અસર દેખાડી શકતી નથી. ઘણા એવા તેલ છે જેનો ઉપયોગ ત્વચાની શુષ્કતા ઘટાડવામાં મદદ કરે છે. તમે ત્વચા પર નારિયેળ તેલ, ઓલિવ તેલ, સરસવનું તેલ, બદામનું તેલ અથવા એરંડાનું તેલ લગાવી શકો છો. ખાસ કરીને નાળિયેર તેલને સહેજ ગરમ કરીને ત્વચા પર લગાવી શકાય છે. જેના કારણે ત્વચાની શુષ્કતા ઓછી થવાની અસર ઝડપથી જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૭ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

ત્વચા પર નાળિયેર તેલ ( Coconut Oil ) લગાવવા માટે, સ્નાન કરતા પહેલા તેને આખા શરીર પર ઘસો. 2 મિનિટ પછી સ્નાન કરો. જેના કારણે ત્વચા તૈલી નથી થતી અને તેલની અસર પણ જોવા મળે છે. આ સિવાય સ્નાન કર્યા પછી પણ શરીર પર તેલ લગાવી શકાય છે.

છાશ ઉપયોગી થશે

ડ્રાય અને ફ્લેકી ત્વચા પર પણ છાશનો ઉપયોગ કરી શકાય છે. છાશ ( Butter Milk )  હાઇડ્રેટિંગ છે અને ત્વચા પર દેખાતી સફેદ રેખાઓને પણ ઘટાડે છે. ઠંડી છાશ ત્વચા પર 10 થી 15 મિનિટ સુધી લગાવી શકાય છે અને પછી ત્વચાને ધોઈ શકાય છે.

કાચું દૂધ ( Raw Milk ) લગાવો

ત્વચાની શુષ્કતા ઘટાડવા માટે કાચા દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. જો કાચું દૂધ ત્વચા પર ઘસીને થોડા સમય પછી કાઢી નાખવામાં આવે તો ત્વચા કોમળ બને છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Winter Skin Care: Winter Skin Care: નહાયા પછી તરત જ આ ૧ વસ્તુ શરીર પર લગાવો: શિયાળામાં ત્વચાનું રૂખાપણું થશે દૂર, ૨ મિનિટમાં જ આવશે કુદરતી ચમક.
Rice Face Pack Benefits: મોંઘા ફેશિયલ અને કેમિકલ પ્રોડક્ટ્સ ભૂલી જશો! ચહેરાના જિદ્દી ડાઘ દૂર કરવા માટે અજમાવો ‘ચોખાનો લોટ’, જાણો વાપરવાની સાચી રીત
Moong Dal Face Pack: Moong Dal Face Pack: કેમિકલયુક્ત સાબુને કહો બાય-બાય! મગની દાળનો આ દેશી નુસખો ચહેરા પર લાવશે ગોલ્ડન નિખાર..
DIY Vitamin C Serum Orange Peel: સંતરાની છાલ ફેંકશો નહીં, ઘરે જ બનાવો ‘વિટામિન C સીરમ’: શિયાળામાં ત્વચા પર આવશે ગજબનો નિખાર, મોંઘા પાર્લરની જરૂર નહીં પડે.
Exit mobile version