Site icon

આ કારણોના લીધે તમારા વાળ ખરવા લાગે છે, જાણો વિસ્તારથી

જો તમારા વાળ પણ ખરતા હોય તો એના અમુક કારણો હોઈ શકે છે. વાળ ખરવાના કારણો વિશે જાણો અને તેનું ધ્યાન રાખો. આવું કરવાથી તમે ખરતા વાળને અટકાવી શકો છો.

Due to these reasons your hair starts to fall, know from the area

આ કારણોના લીધે તમારા વાળ ખરવા લાગે છે, જાણો વિસ્તારથી

News Continuous Bureau | Mumbai

‌ ‌‌ લાંબા અને મજબૂત વાળ મહિલાઓને ખૂબ જ ગમતા હોય છે. પણ આજકાલ ધૂળ અને પ્રદૂષણ ના કારણે વાળને ઘણા બધા નુકસાન થાય છે. એના કારણે વાળનો ગ્રોથ જાણે થંભી જાય છે. આવી પરિસ્થિતિમાં વાળને લઈને ઘણી બધી ચિંતાઓ થઈ જાય છે. વાળની ખાસ કાળજી રાખવી જરૂરી હોય છે. આજકાલ વાળ ખરવાની સમસ્યાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે. વાળ બહુ જ વધારે કરવા માંડે છે. સાથે જ વાળ નો ગ્રોથ સારી રીતે થઈ શકતો નથી. આવી પરિસ્થિતિમાં તમારી અમુક ભૂલો ના કારણે જ તમારા વાળ ખરવા માંડતા હોય છે. આજે આપણે વાળ ખરવા માટેના અમુક કારણો વિશે જાણીશું. જો તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમે તમારા વાળને ખરતા અટકાવી શકશો.

Join Our WhatsApp Community

વાળને ખરતા અટકાવવા માટે તમારે નાની નાની વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ખુલ્લા વાળ રાખીને બહાર જતા હોય છે. પણ તડકાના કારણે પણ તમારા વાળ ડેમેજ થઈ શકે છે. એટલા માટે બહાર જતા પહેલા વાળને ઢાંકવાનું રાખો. આ સિવાય ઘણા લોકો વાળને કોરા જ રાખતા હોય છે. વાળ માટે તેલ પણ ઘણું જરૂરી હોય છે. એનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. એટલા માટે તમારે વાળમાં ઓઇલિંગ પણ કરવું જ જોઈએ. ઘણા લોકો વાળ ધોયા પછી ભીના વાળમાં જ કાંસકો ફેરવવા માંડે છે. આનાથી પણ તમારા વાળને નુકસાન થાય છે. એટલા માટે તમારે વાળને પહેલા સુકાવા દેવા જોઈએ. 

આ સમાચાર પણ વાંચો : આ શું… હરણ સાપ ખાય છે, ઘાસ નહીં? જો તમને પણ વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ વાયરલ વીડિયો..

હીટ સ્ટાઇલિંગ પ્રોડક્ટ ના વધારે ઉપયોગથી પણ તમારા વાળને નુકસાન થાય છે. એટલા માટે વાળને નુકસાન કરતા પ્રોડક્ટ નો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ‌. વાળને ધોવા માટે હંમેશા ઓછા કેમિકલ વાળા શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. થઈ શકે તો તમે માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો. આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખી તમે વાળને ખરતા અટકાવી શકો છો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Deodorant or Roll-On: ડિઓડરન્ટ કે રોલ-ઓન? ત્વચા માટે શું છે વધુ સુરક્ષિત? જાણો ડોક્ટરનો જવાબ
Face Wash with Cold Water: મોંઘા ફેસવોશ છોડો અને અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય, જે ત્વચાને આપે છે તાજગી અને આરામ
Korean Skin Care: કોરિયન છોકરીઓ જેવી ગ્લાસ ત્વચા મેળવવા માંગો છો? તો કોફીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થશે ફાયદો
Matte Vs Glossy Lipstick : મેટ કે ગ્લૉસી… મોનસૂનમાં કઈ લિપસ્ટિક આપશે પરફેક્ટ લુક?જાણો કેવી રીતે કરશો પસંદગી
Exit mobile version