Site icon

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે ઘરે જ આ દેશી ઉપાય અપનાવો

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે તમારે ઘરે જ ખાસ રેમેડી અપનાવવી જોઈએ. આનાથી તમારા વાળને ઘણા બધા ફાયદા મળશે.

Follow this home remedy to make hair long and strong

Follow this home remedy to make hair long and strong

News Continuous Bureau | Mumbai

મહિલાઓને વાળ લાંબા કરવાનો ખૂબ જ શોખ હોય છે. આનાં માટે ઘણા બધા શેમ્પુ અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે. વાળને ખાસ કેરની જરૂર હોય છે. જો તમે પોતાના વાળ ઉપર ધ્યાન નથી આપતા તો વાળ ખરવા માંડે છે. ધૂળ અને પોલ્યુશન નાં કારણે વાળને નુકસાન થાય છે. સાથે જ વાળનો ગ્રોથ અટકી જાય છે. આના કારણે વાળ લાંબા થવા ખૂબ જ અઘરા થઈ જાય છે. વાળને લાંબા કરવા માટે તમારે અમુક દેશી ઉપાય અપનાવવા જોઈએ. નેચરલ વસ્તુ ના ઉપયોગથી વાળને ઘણા બધા બેનિફિટ મળી શકે છે. આજે આપણે એવા જ ખાસ ઉપાય વિશે જાણીશું. આ ઉપાય કરવાથી તમારા વાળ લાંબા અને મજબૂત બનશે. સાથે જ વાળ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Uniform Civil Code: ‘રાષ્ટ્ર અને પરિવાર એક નથી’, ચિદમ્બરમે PM મોદીને કહ્યું તફાવત, બોલ્યા – UCC લાદી શકાય નહીં.
વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ. ફ્રેશ એલોવેરા જેલ લઈ લો. હવે તેમાં કાંદાનો રસ મિક્સ કરો. કાંદામાં સલ્ફર હોય છે. આનાં કારણે વાળને મજબૂતી મળે છે. સાથે જ પાતળા વાળની સમસ્યા પણ દૂર થાય છે. હવે આ મિશ્રણમાં એક વિટામિન ઈ કેપ્સુલ નાખો. આનાથી પણ તમારા વાળને વધવામાં મદદ મળશે. બધી જ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં એપ્લાય કરો. તેને અડધા કલાક સુધી એમ જ રહેવા દો. હવે તમે વાળને ધોઈ શકો છો. વાળને ધોવા માટે તમે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. અઠવાડિયામાં બે વખત તમારે આ ઉપાય કરવાનો છે. આનાથી તમારા વાળમાં નેચરલ સાઇન આવશે. સાથે જ ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ જશે. તમારા વાળનો ગ્રોથ પણ ધીમે ધીમે વધશે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Vitamin-C for Skin: સ્કિન માટે વિટામિન-C 3ની ટેબ્લેટ કે સીરમ? ડર્મેટોલોજિસ્ટે આપ્યો સાચો જવાબ
Cracked Heels: ક્રેક હિલ્સની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, મળશે રાહત
Chocolate Face Pack: ઘરે જ બનાવો ચોકલેટ ફેસપેક અને મેળવો ટાઈટ, ચમકદાર અને તેજસ્વી ત્વચા
Lip Balm : ઘરે જ આ વસ્તુમાંથી બનાવો લિપ બામ, હોઠ થશે ગુલાબી અને ઠંડીમાં ફાટશે નહીં
Exit mobile version