Site icon

Hair Breakage at Night: રાત્રે વાળ ખુલ્લા રાખવા કે બાંધીને? અજમાવો આ ટીપ્સ, વાળ થશે મજબૂત

Hair Breakage at Night: લાંબા વાળમાં રાત્રે ઘર્ષણથી તૂટે છે અને ફ્રિઝ વધે છે, નિષ્ણાતો જણાવે છે સાચી રીત

Hair Breakage at Night: Should You Sleep with Hair Open or Tied? Try These 5 Tips for Strong Hair

Hair Breakage at Night: Should You Sleep with Hair Open or Tied? Try These 5 Tips for Strong Hair

News Continuous Bureau | Mumbai

Hair Breakage at Night: આજની ઝડપી જીવનશૈલીમાં વાળની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને લાંબા વાળ ધરાવતા લોકો માટે રાત્રે ખુલ્લા વાળ રાખીને સૂવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખુલ્લા વાળ તકીયા સાથે ઘસાઈને ફ્રિઝ, તૂટફૂટ અને સ્પ્લિટ એન્ડ્સ વધારી શકે છે. નિષ્ણાતો કહે છે કે રાત્રે વાળની યોગ્ય કાળજી લેવાથી વાળ મજબૂત અને સ્વસ્થ રહી શકે છે.

Join Our WhatsApp Community

શું ખુલ્લા વાળ રાખીને સૂવું યોગ્ય છે?

જો વાળ નાના હોય તો ખુલ્લા રાખવાથી ખાસ નુકસાન નથી, પરંતુ લાંબા અને મોટા વાળ માટે ખુલ્લા રાખીને સૂવું યોગ્ય નથી. ઘર્ષણથી જડ કમજોર થાય છે અને હેર ફોલ વધે છે.

આ સમાચાર પણ વાંચો : Ragi Face Pack: રાગીનો ઉપયોગ કરીને કુદરતી રીતે તમારી ત્વચાને બનાવો વધુ સુંદર, જાણો આ સરળ બ્યૂટી ટિપ્સ

રાત્રે વાળની કાળજી માટે 5 ટીપ્સ

  1. ઢીલી ચોટી બાંધો – વાળને હળવી ચોટીમાં બાંધવાથી ઘર્ષણ ઓછું થાય છે અને વાળ ગૂંચાતા નથી.
  2. વાળને કસીને ન બાંધો – વધારે કસવાથી સ્કાલ્પ પર દબાણ પડે છે અને ફોલિકલ કમજોર થાય છે.
  3. સિલ્ક અથવા સેટિન પિલોકેસ વાપરો – ઘર્ષણ ઘટાડે છે અને ફ્રિઝ-તૂટફૂટમાં રાહત આપે છે.
  4. રાત્રે હળવું તેલ લગાવો – જો સવારે વાળ ધોવાના હોય તો હળવું તેલ સ્કાલ્પને પોષણ આપે છે.
  5. ટાઇટ રબર બેન્ડથી બચો – નરમ સ્ક્રંચી અથવા કપડાના બેન્ડ વાપરો જેથી વાળને નુકસાન ન થાય

લાંબા ગાળાના ફાયદા

આ ટીપ્સ અપનાવવાથી વાળમાં તૂટફૂટ, ફ્રિઝ અને સ્પ્લિટ એન્ડ્સ ઘટશે. સ્કાલ્પ પર દબાણ ઓછું રહેશે અને વાળ મજબૂત બનશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Almond Peel Benefits for Skin: હવે બદામના ફોતરાં ફેંકવાની ભૂલ ન કરતા: મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને પણ આપશે માત, આ રીતે ઘરે બનાવો નેચરલ સ્ક્રબ
Watermelon Seeds for Skin Glow: તરબૂચના બીજ ફેંકતા પહેલા આ વાંચો! ચહેરા પર લાવશે એવું કુદરતી નૂર કે મોંઘા ફેસિયલ પણ ફેકાશે પાછળ, જાણો ઉપયોગની રીત
Curry Leaves for Hair Growth: લાંબા અને ઘટ્ટ વાળ જોઈએ છે? આજથી જ ચાવવાનું શરૂ કરી દો આ પાન, ખરતા વાળની સમસ્યા થશે દૂર
Almond Oil for Skin Winter: શિયાળામાં ત્વચા પર બદામનું તેલ લગાવવાના ફાયદા: ડ્રાય સ્કીન અને ડાર્ક સર્કલથી મળશે કાયમી છુટકારો
Exit mobile version