Site icon

Hair Styling Tips: હેર સ્ટાઇલિંગ ટૂલ્સ થી થઈ શકે છે વાળને નુકસાન, અપનાવો આ સલામતી ટીપ્સ

Hair Styling Tips: હેર ડ્રાયર, સ્ટ્રેટનર અને કર્લિંગ આયર્ન વાપરતી વખતે રાખો ખાસ કાળજી

Hair Styling Tools Can Damage Your Hair Follow These Safety Tips

Hair Styling Tools Can Damage Your Hair Follow These Safety Tips

News Continuous Bureau | Mumbai 

Hair Styling Tips: આજના યુગમાં દરેક વ્યક્તિ સુંદર અને પરફેક્ટ હેરસ્ટાઇલ મેળવવા ઈચ્છે છે. લગ્ન, પાર્ટી કે ઓફિસના ઇવેન્ટ માટે લોકો હેર સ્ટ્રેટનર, હેર ડ્રાયરઅને કર્લિંગ આયર્નજેવા ટૂલ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ ટૂલ્સનો વારંવાર અથવા ખોટી રીતથી ઉપયોગ કરવાથી વાળને ગંભીર નુકસાન થઈ શકે છે. વાળ સુકાઈ જાય છે, કમજોર બને છે અને તૂટવા લાગે છે. ચાલો જાણીએ કે કેવી રીતે વાળને સુરક્ષિત રાખી શકાય છે.

Join Our WhatsApp Community

હીટ પ્રોટેસ્ટન્ટ  સ્પ્રેનો ઉપયોગ કરો

હેર સ્ટાઇલિંગ ટૂલ્સથી નીકળતી ગરમી વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી હંમેશા હીટ પ્રોટેસ્ટન્ટ  સ્પ્રે અથવા ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. આ વાળને ગરમીથી બચાવે છે અને તેને હેલ્ધી રાખે છે.

ભીના વાળ પર ટૂલ્સનો ઉપયોગ ન કરો

ઘણા લોકો સવારે વાળ ધોઈને તરત જ સ્ટ્રેટનર અથવા કર્લર વાપરે છે. પણ ભીના વાળ પર ટૂલ્સ વાપરવાથી વાળ ખરાબ થાય છે અને તૂટવાની શક્યતા વધી જાય છે. સાથે જ ઇલેક્ટ્રિક શોક નો પણ ખતરો રહે છે.

આ સમાચાર પણ વાંચો : Lipstick Use: દૈનિક લિપસ્ટિક વાપરવાથી થઈ શકે છે આરોગ્ય અને હોઠોને નુકસાન, જાણો કેવી રીતે

ટૂલ્સની સફાઈ અને મિડ હીટ પર ઉપયોગ

હંમેશા સ્ટાઇલિંગ ટૂલ્સને મિડ હીટ પર વાપરો. વધુ હીટ વાળને બળી શકે છે. ઉપરાંત ટૂલ્સની નિયમિત સફાઈ પણ જરૂરી છે. ગંદા ટૂલ્સથી વાળમાં ડેન્ડ્રફ અને ફંગસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Aloe Vera Night Cream: રાત્રે સૂતા પહેલા લગાવો આ હોમમેડ એલોવેરા ક્રીમ, એક અઠવાડિયામાં જ કરચલીઓથી મળશે છૂટકારો
Jacqueline Fernandez Drink: પરફ્યુમ ભૂલી જશો! જેક્લિન ફર્નાન્ડિસનો ‘દેશી નુસખો’, આ ડ્રિંક પીવાથી તમે પણ રહેશો સુગંધિત
Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
Homemade Ubtan: ચમકતી ત્વચા નું રહસ્ય: મોંઘા ફેશિયલ નહીં, દાળ-ચોખાનું ઉબટન ટ્રાય કરો.
Exit mobile version