News Continuous Bureau | Mumbai
Lip Balm vs Lip Oil: હોઠ ખૂબ જ નાજુક હોય છે અને બદલાતા મોસમ, એસીમાં વધુ સમય રહેવું અને પાણીની અછતના કારણે ઝડપથી સુકાઈ જાય છે. આવા સમયે લિપ બામ અને લિપ ઓઈલ બંને ઉપયોગી હોય છે, પણ કયું વધુ સારું છે? આ લેખમાં આપણે બંનેના ફાયદા, ઉપયોગ અને તફાવત વિશે જણાવીશુ જેથી તમે તમારા હોઠ માટે યોગ્ય પસંદગી કરી શકો
લિપ બામ અને લિપ ઓઈલ વચ્ચેનો તફાવત
લિપ બામ સામાન્ય રીતે વેક્સ-બેઝ્ડ હોય છે જેમ કે બીઝવેક્સ (Beeswax), પેટ્રોલિયમ જેલી (Petroleum Jelly) વગેરે, જે હોઠ પર રક્ષણાત્મક સ્તર બનાવે છે. તે ખાસ કરીને ઠંડા મોસમમાં ઉપયોગી છે.જયારે કે લિપ ઓઈલ હલકું, નોન-સ્ટિકી અને હાઈડ્રેટિંગ હોય છે. તેમાં કોકોનટ ઓઈલ (Coconut Oil), જોજોબા ઓઈલ (Jojoba Oil) અને વિટામિન E હોય છે, જે હોઠને અંદરથી નમ રાખે છે.
લિપ ઓઈલના ફાયદા
- હલકું ટેક્સચર અને નોન-સ્ટિકી
- અંદરથી હાઈડ્રેટ કરે છે
- નેચરલ ગ્લો આપે છે
- મેકઅપ પર પણ લગાવી શકાય છે
લિપ બામના ફાયદા
- ફાટેલા અને ડ્રાય હોઠ માટે શ્રેષ્ઠ
- રાત્રે લગાવવાથી ઊંડું મોઈશ્ચર મળે
- શિયા બટર (Shea Butter), ઘી (Ghee) જેવા ઘટકો હોઠને મજબૂત બનાવે છે
- ઠંડા મોસમમાં વધુ અસરકારક
આ સમાચાર પણ વાંચો : Skin Problems From Mobile: મોબાઇલની કિરણોથી ત્વચાને થાય છે નુકસાન, જાણો કેવી રીતે કરશો તમારી સ્કિન નું રક્ષણ
કયો છે વધુ સારો વિકલ્પ?
જો તમારા હોઠ ફાટેલા છે તો લિપ બામ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે શાઈન અને નમતા ઈચ્છો છો તો લિપ ઓઈલ વધુ યોગ્ય છે. બંને પ્રોડક્ટ્સ ત્વચાની સ્થિતિ પ્રમાણે પસંદ કરવી જોઈએ.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)