Site icon

Cuticle Oil Benefits for Nails:નખની ચમક માટે કેમિકલ નહીં, આ ‘નેચરલ ઓઈલ’ છે બેસ્ટ! માત્ર ૨ મિનિટની મસાજથી મેળવો લાંબા અને મજબૂત નખ..

Cuticle Oil Benefits for Nails:ક્યુટિકલ્સને હાઈડ્રેટ રાખીને નખને બનાવો હેલ્ધી; બેક્ટેરિયા અને ઈન્ફેક્શન સામે રક્ષણ આપશે આ ખાસ તેલ, જાણો તેના ઉપયોગની સાચી રીત.

No Need for Expensive Treatments! Discover the Secret to Strong and Shiny Nails with a Few Drops of Cuticle Oil.

No Need for Expensive Treatments! Discover the Secret to Strong and Shiny Nails with a Few Drops of Cuticle Oil.

News Continuous Bureau | Mumbai
Cuticle Oil Benefits for Nails: જ્યારે પણ નખની સંભાળની વાત આવે છે, ત્યારે આપણું ધ્યાન નેલ પોલીશ કે તેના આકાર પર જ હોય છે. પરંતુ નખની રક્ષા કરતી ત્વચાની પાતળી પડ એટલે કે ‘ક્યુટિકલ્સ’ને આપણે ભૂલી જઈએ છીએ. નખની આસપાસનો આ નાનો હિસ્સો બેક્ટેરિયા અને ડ્રાયનેસ સામે રક્ષણ આપવા માટે કવચ જેવું કામ કરે છે. ક્યુટિકલ ઓઈલની મદદથી તમે નખને ઘરે બેઠા જ મજબૂત અને ચમકદાર બનાવી શકો છો.

શા માટે જરૂરી છે ક્યુટિકલ ઓઈલ?

નિયમિત રીતે ક્યુટિકલ ઓઈલ લગાવવાથી નખની ભેજ જળવાઈ રહે છે અને તેમાં લવચીકતા આવે છે. ખાસ કરીને જો તમે વધુ પડતા સેનિટાઈઝર કે નેલ પોલીશ રીમુવરનો ઉપયોગ કરતા હોવ, તો નખ ડ્રાય થઈ જાય છે. આ તેલ નખને હાઈડ્રેટ કરીને તેને તૂટતા અટકાવે છે.

Join Our WhatsApp Community

 સૌથી શ્રેષ્ઠ ક્યુટિકલ ઓઈલ કેવી રીતે પસંદ કરવું?

ક્યુટિકલ ઓઈલ હંમેશા પાતળું હોવું જોઈએ જેથી તે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય. મોટાભાગના સારા ક્યુટિકલ ઓઈલમાં નીચેના તેલનું મિશ્રણ હોય છે:
જોજોબા ઓઈલ અને બદામનું તેલ
અળસી અને સૂર્યમુખીનું તેલ
નાળિયેર અને અખરોટનું તેલ
વિટામિન-E અને એન્ટીઓક્સિડન્ટ્સ

આ સમાચાર પણ વાંચો : Fake Police Robbery Mumbai:એરપોર્ટથી ઘરે જઈ રહેલા યુવાન સાથે ‘નકલી પોલીસ’ની ઠગાઈ; તપાસના બહાને ₹53,000ની લૂંટ.

ઉપયોગ કરવાની સાચી રીત

રૂ (Cotton) અથવા નાના બ્રશની મદદથી તેલના થોડા ટીપાં ક્યુટિકલ્સ પર લગાવો અને થોડી મિનિટો સુધી હળવા હાથે મસાજ કરો. રાત્રે સૂતા પહેલા તેને લગાવવાથી નખને વધુ સારું હાઈડ્રેશન મળે છે. સારા પરિણામ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કે બે વાર ઓઈલિંગ કરો.તમે નેલ પોલીશ લગાવેલા નખ પર પણ આ ઓઈલ લગાવી શકો છો, તેનાથી પોલીશ લાંબો સમય ટકે છે અને ચમક વધે છે.મેનિક્યોર ટ્રીટમેન્ટ લીધા પછી ક્યુટિકલ ઓઈલ લગાવવાથી નખ લાંબા સમય સુધી હેલ્ધી રહે છે.

Benefits of Raw Milk for Skin:મોંઘા ફેસવોશ ભૂલી જશો! કાચા દૂધના આ ચમત્કારી પ્રયોગથી ચહેરા પર આવશે ગોરાપણું અને કુદરતી ગ્લો.
Homemade Facepack:સલૂન જેવો ફેસિયલ ગ્લો હવે રસોડામાંથી જ! સાબુદાણાના આ ફેસપેકથી ત્વચા બનશે સોફ્ટ અને ચમકદાર, જાણો બનાવવાની સાચી રીત.
Neem Face Pack for Pimples:ખીલ મુક્ત અને ચમકતી ત્વચા માટે વરદાન છે લીમડો! ઘરે જ બનાવો આ 4 ફેસ પેક, ગણતરીના દિવસોમાં જ દેખાશે અસર.
Strawberry Legs Remedy:પગ પરના કાળા ટપકાં દૂર કરવાના ૩ રામબાણ ઈલાજ; હવે વેકેશનમાં પહેરો મનપસંદ ડ્રેસ વગર કોઈ ખચકાટ.
Exit mobile version