News Continuous Bureau | Mumbai
Lips Without Fillers: લિપ ફિલર્સ આજે સુંદરતા માટે લોકપ્રિય વિકલ્પ છે, પણ એ દુખાવા અને સાઈડ ઇફેક્ટ્સ સાથે આવે છે. ઉર્ફી જાવેદના કેસમાં લિપ ફિલર્સના કારણે ચહેરો અને હોઠ ફૂલી ગયા હતા. જો તમે કુદરતી રીતે હોઠોને આકર્ષક બનાવવા માંગો છો, તો નીચે આપેલા ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.
ખુબ પાણી પીઓ
હોઠોને નમ અને ચમકદાર રાખવા માટે રોજ પૂરતું પાણી પીવું જરૂરી છે. શરીરમાં નમી જાળવવાથી પેટ્રોલિયમ જેલી પણ અસરકારક બની જાય છે. હોઠોને ભરેલા અને ઉંચા દેખાડવા માટે ફેશિયલ યોગ કરો. 15 સેકન્ડ માટે હોઠ દબાવો, પછી હળવી સ્મિત કરો અને ફરી 15 સેકન્ડ રાખો. આ યોગ દિવસમાં 3-4 વાર કરો.
હોઠો નું સ્ક્રબિંગ અને યુવી કિરણો થી બચાવ
હોઠ પર પણ મૃત ત્વચા હોય છે. મધ અને ખાંડ થી હળવું સ્ક્રબિંગ કરો. આથી રક્તસંચાર સુધરે છે અને હોઠ કુદરતી રીતે ગુલાબી અને ભરેલા દેખાય છે.હોઠોને UV કિરણો થી બચાવવા SPF યુક્ત લિપ બામ વાપરો. આથી હોઠ કાળા અને રૂખા થવાથી બચી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Amla Hair Dye: માત્ર 2 ચમચી આંબળા પાઉડરથી સફેદ વાળ થઈ જશે કાળા – ઘરે બનાવો નેચરલ હેર ડાય
ડાયટમાં કોલેજન (Collagen) વધારવું
કોલેજન હોઠોને નરમ અને ભરેલા રાખે છે. લીલી શાકભાજી, ખાટા ફળ, બેરીઝ અને ડ્રાયફ્રૂટ્સ ડાયટમાં ઉમેરો. આથી હોઠ સ્વસ્થ અને સુંદર દેખાય છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)