Site icon

Pomegranate Peel: દાડમની છાલ ત્વચા અને વાળની ​​સુંદરતા વધારવામાં કરશે મદદ, આ રીતે કરો ઉપયોગ..

Pomegranate Peel: સફેદ વાળને કાળા કરવા માટે દાડમની છાલ કુદરતી હેર કલરનું કામ કરે છે. ઉપરાંત, દાડમની છાલ ત્વચાની ટેનિંગ દૂર કરવા માટે ઘરેલું સ્ક્રબ છે.

Pomegranate peels have these amazing benefits; here's how to use them

Pomegranate peels have these amazing benefits; here's how to use them

News Continuous Bureau | Mumbai 

Pomegranate Peel: દાડમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક(benefits) ફળ છે. જે તમામ રોગોમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં ફાઈબર, મિનરલ્સ, વિટામીન A, B, C, E અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. જે માનવ શરીર માટે જરૂરી છે. તેથી જ થોડી બીમારી હોય તો દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દાડમના દાણા જ નહીં, તેની છાલ પણ ગુણોનો ભંડાર છે. દાડમની જેમ દાડમની છાલમાં પણ ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ(anti-oxidants) હોય છે. જે ત્વચા(skin) અને વાળ(hair) પર લગાવવાથી ઘણો ફાયદો થાય છે. ત્વચા અને વાળ માટે દાડમની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જાણીએ..

Join Our WhatsApp Community

Pomegranate Peel: સ્કિનને થાય છે ફાયદો

 દાડમની છાલમાંથી બનાવેલ ફેસ પેક ત્વચાની ટેનિંગ દૂર કરે છે અને બ્લેકહેડ્સ સરળતાથી સાફ કરે છે. સાથે જ તે મૃત ત્વચાને દૂર કરવામાં પણ મદદ કરે છે. દાડમની છાલ ત્વચામાં કોલેઝનને નષ્ટ કરતાં રોકીનેસેલ્સના વિકાસને ઉત્તેજન આપે છે. પરિણામે વધતી વય અને કરચલીના સંકેતોને ઓછા કરે છે. દાડમની છાલમાં સન-બ્લોકિંગ એજન્ટ પણ હોય છે. જે ત્વચાને હાનિકારક યૂવીએ અને યૂએબી કિરણોથી બચાવે છે. જે ત્વચાના કેન્સરને રોકવામાં ઘણી મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Drug Free India : ભારતના રાષ્ટ્રપતિએ બ્રહ્મા કુમારિસ દ્વારા આયોજિત ‘માય બંગાળ, વ્યસન મુક્ત બંગાળ’ અભિયાનની શરૂઆત કરી

Pomegranate Peel: કુદરતી સ્ક્રબ તરીકે ઉપયોગ કરો

જો હાથ-પગની ત્વચા પર ડેડ સ્કિનનું લેયર જમા થઈ ગયું હોય તો દાડમની છાલનો ઉપયોગ કરો. સૌ પ્રથમ દાડમની બધી છાલને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને ત્રણ-ચાર દિવસ તડકામાં સૂકવીને પાવડર બનાવી લો . આ પાવડરને પાણી અથવા ગુલાબજળમાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને હાથ-પગ પર લગાવો. આ ટેનિંગ અને મૃત ત્વચાને સરળતાથી દૂર કરવામાં મદદ કરશે. ઉપરાંત, તે હાથ અને પગ પર કરચલીઓ દેખાવા દેશે નહીં.

Pomegranate Peel:  વાળનો કુદરતી રંગ

 જો સફેદ વાળ પર મહેંદી લગાવવાથી મનવાંછિત રંગ ન આવે તો દાડમની છાલનો પાવડર પાણીમાં ઉકાળી લો. પછી તેમાં મેંદીનો પાવડર મિક્સ કરીને બેથી ત્રણ કલાક માટે રહેવા દો. બાદમાં તૈયાર કરેલી પેસ્ટને વાળમાં લગાવો. અને ત્રણ કલાક પછી વાળ ધોઈ લો. દાડમની છાલ વાળને સુંદર લાલ રંગ આપવાનું કામ કરશે. તેમજ તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Blackheads vs Whiteheads: બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ એક જેવા લાગે છે, પણ છે અલગ,જાણો તેને દૂર કરવાના ઘરેલું ઉપાય
Lemon Juice : શું લીંબુનો રસ ડાયરેક્ટ ચહેરા પર લગાવી શકાય? શરીરમાં કેવી થાય છે ઇફેક્ટ, જાણો ફાયદા અને નુકસાન..
Hair Care Tips: તમારા વાળની દરેક સમસ્યા નો ઘરેલું ઉપાય છે આ ‘કાળું પાણી’, જાણો તેને બનાવવાની અને વાપરવાની રીત
Hair Styling Tips: હેર સ્ટાઇલિંગ ટૂલ્સ થી થઈ શકે છે વાળને નુકસાન, અપનાવો આ સલામતી ટીપ્સ
Exit mobile version