News Continuous Bureau | Mumbai
Upper Lip Hair : મહિલાઓના ઉપરના હોઠ પર આવતા નાના વાળ તેમની સુંદરતા પર અસર કરે છે. પાર્લર જઈને થ્રેડિંગ , વેક્સિંગ કે હેર રિમૂવલ ક્રીમ વાપરવું પડે છે, જે ક્યારેક દુખાવા અને એલર્જી પણ આપે છે. જો તમે ઘરેલુ ઉપાયો અપનાવો તો આ સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે.
દહીં, હળદર અને બેસન ની પેસ્ટ
એક ચમચી દહીં , એક ચમચી બેસન અને એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ઉપરના હોઠ પર લગાવો અને 15-20 મિનિટ પછી ધીમે ધીમે ઘસીને દૂર કરો. વાળ જડ મૂળ માંથી બહાર આવી જાય છે.
હળદર અને દુધનો પેક
એક ચમચી હળદર પાઉડર અને એક ચમચી દુધ મિક્સ કરો. પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને હોઠ પર લગાવો. 20 મિનિટ પછી જ્યારે પેસ્ટ સુકાઈ જાય, ત્યારે ભીની આંગળીથી વાળની વિપરીત દિશામાં ઘસો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.
આ સમાચાર પણ વાંચો : Pimple Popping Side Effects: પિમ્પલ ફોડવાની આદત તાત્કાલિક છોડો, નહીં તો ત્વચાને ભારે નુકસાન થઈ શકે
ફુદીનો,ખાંડ-લીંબુ પેક
ફુદીના ની ચા દિવસમાં બે વાર પીવાથી હોર્મોનલ અસંતુલન ઘટે છે અને વાળની વૃદ્ધિ ધીમી થાય છે. ખાંડ અને લીંબુ ને મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને હોઠ પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. આ પેક વાળને નરમ બનાવીને દૂર કરે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)