News Continuous Bureau | Mumbai
Skin Care Tips: મેકઅપ દૂર કરવા માટે ઘણા લોકો વેટ વાઇપ્સ નો ઉપયોગ કરે છે, ખાસ કરીને જ્યારે થાક અથવા સમયની તંગી હોય. પરંતુ સ્કિન એક્સપર્ટ્સ અનુસાર, વેટ વાઇપ્સનો વારંવાર ઉપયોગ તમારી ત્વચા માટે હાનિકારક બની શકે છે.આ વાઇપ્સમાં રહેલા કેમિકલ્સ સ્કિનનો નેચરલ pH બેલેન્સ બગાડે છે, જેના કારણે ત્વચા નું કુદરતી તેલ ઘટે છે અને ડ્રાયનેસ, ઇરિટેશન અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
વેટ વાઇપ્સથી મેકઅપ સંપૂર્ણ દૂર થતો નથી
વેટ વાઇપ્સથી મેકઅપ સાફ કર્યા પછી લાગે છે કે ચહેરો ક્લીન થઈ ગયો છે, પરંતુ હકીકતમાં તે માત્ર સપાટી સાફ કરે છે. પોર્સમાં રહેલી ગંદકી અને મેકઅપના કણો રહી જાય છે, જેના કારણે એક્ને અને પિમ્પલ્સની સમસ્યા વધી શકે છે.ઘણા વેટ વાઇપ્સમાં અલ્કોહોલ, ફ્રેગ્રન્સ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે સ્કિનને ડ્રાય બનાવે છે અને સેન્સિટિવ સ્કિનમાં રેશેસ અથવા બર્નિંગ સેન્સેશન પેદા કરી શકે છે. ઉપરાંત, વેટ વાઇપ્સ એકવાર ઉપયોગ પછી ફેંકી દેવામાં આવે છે, જે પ્લાસ્ટિક વેસ્ટ વધારવાનું કારણ બને છે.
આ સમાચાર પણ વાંચો : Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
સ્કિનને હેલ્ધી રાખવા માટે વેટ વાઇપ્સની જગ્યાએ માઇલ્ડ ક્લેંઝર, મિસેલર વોટર અથવા ક્લેંઝિંગ બામનો ઉપયોગ કરો. આ પ્રોડક્ટ્સ ત્વચાને નુકસાન પહોંચાડ્યા વગર ઊંડાણથી સાફ કરે છે અને નેચરલ ગ્લો જાળવી રાખે છે. વેટ વાઇપ્સનો ઉપયોગ ક્યારેક કરી શકાય છે, પરંતુ રોજ કરવો યોગ્ય નથી.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
