Site icon

Amla Hair Dye: માત્ર 2 ચમચી આંબળા પાઉડરથી સફેદ વાળ થઈ જશે કાળા – ઘરે બનાવો નેચરલ હેર ડાય

Amla Hair Dye: આંબળા, સરસો તેલ અને લીંબુ થી બનેલો ઘરેલુ ઉપાય વાળને ન માત્ર કાળા કરે છે, પણ ટેક્સચર અને ચમક પણ સુધારે છે

Turn White Hair Black Naturally with Just 2 Spoons of Amla Powder

Turn White Hair Black Naturally with Just 2 Spoons of Amla Powder

News Continuous Bureau | Mumbai

Amla Hair Dye: ઘણા લોકોના વાળ ઓછી ઉંમરે સફેદ થવા લાગે છે. કેમિકલ યુક્ત હેર ડાય વાપરવાથી વાળ વધુ ડ્રાય  અને ડેમેજ થઈ જાય છે. હવે તમે ઘરે રહેલી વસ્તુઓથી નેચરલ હેર ડાય બનાવી શકો છો, જે તમારા વાળને કાળા બનાવશે અને આરોગ્યપ્રદ પણ રાખશે.

Join Our WhatsApp Community

આંબળા પાઉડરથી હેર ડાય બનાવવાની રીત 

500 મિલી પાણી ઉકાળવા મૂકો. તેમાં 2-3 ચમચી આંબળા પાઉડર (Amla Powder) અને થોડા કરી પત્તા ઉમેરો. મિશ્રણ સારી રીતે ઉકળી જાય પછી તેમાં 1 લીંબુનો રસ ઉમેરો. હવે આ મિશ્રણમાં 4-5 ચમચી સરસવ તેલ (Mustard Oil) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

હેર ડાય લગાવતાં પહેલાં શું કરવું?

હેર ડાય લગાવતાં પહેલાં વાળને શેમ્પૂ કરીને સારી રીતે સુકવી લો. પછી આ મિશ્રણ વાળમાં લગાવો અને 1 કલાક સુધી રહેવા દો. પછી માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ ઉપાયથી વાળને નેચરલ બ્લેક કલર મળશે અને ચમક પણ આવશે.

આ સમાચાર પણ વાંચો : Upper Lip Hair : પાર્લરને કહો બાય-બાય, ઘરેલુ ઉપાયોથી દૂર કરો ઉપર ના હોઠ ના વાળ

આયુર્વેદિક ફાયદા અને સલાહ

આંબળા અને સરસવ તેલ બંને વાળ માટે ઉત્તમ છે. આંબળા વાળના રંગ અને વૃદ્ધિ માટે લાભદાયક છે, જ્યારે સરસવ તેલ વાળને પોષણ આપે છે. આ ઉપાય રાસાયણિક હેર ડાયનો વિકલ્પ છે અને લાંબા ગાળે વાળને નુકસાનથી બચાવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Malai Benefits for Skin: રાતે સૂતા પહેલા ચહેરા પર મલાઈ લગાવવાથી મળે છે અદ્ભુત ફાયદા, જાણો કેવી રીતે
Makeup Tips: જો તમે પણ મેકઅપ કાઢ્યા વગર જ સૂઈ જાઓ છો તો થઇ જાઓ સાવધાન? ચહેરા પર પડે છે એવો ખતરનાક અસર
Hair Breakage at Night: રાત્રે વાળ ખુલ્લા રાખવા કે બાંધીને? અજમાવો આ ટીપ્સ, વાળ થશે મજબૂત
Beetroot Face Pack: ગ્લોઇંગ સ્કિન મેળવવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો, ટ્રાય કરો આ હોમ રેમેડી!
Exit mobile version