Site icon

Kashmir : 75 વર્ષમાં પ્રથમ વખત LOC પર શારદીય નવરાત્રીની પૂજા, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો…

Kashmir : આજે નવરાત્રિના બીજા દિવસે એલઓસી ટટવાલ કાશ્મીરમાં નવનિર્મિત શારદા મંદિરમાં શરદ નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગલા પછી છેલ્લા 75 વર્ષોમાં પ્રથમ વખત અહીં યોજાયેલા સમારોહમાં દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

For the first time in 75 years, Sharadi Navratri Puja at LOC, large number of people participated...

For the first time in 75 years, Sharadi Navratri Puja at LOC, large number of people participated...

News Continuous Bureau | Mumbai 

Kashmir : આજે નવરાત્રિના(Navratri) બીજા દિવસે એલઓસી(LOC) ટટવાલ કાશ્મીરમાં નવનિર્મિત શારદા મંદિરમાં(Sharda mandir) શરદ નવરાત્રી પૂજાનું(pooja) આયોજન કરવામાં આવ્યું હતું. ભાગલા પછી છેલ્લા 75 વર્ષોમાં પ્રથમ વખત અહીં યોજાયેલા સમારોહમાં દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

Join Our WhatsApp Community

હમ્પીના(Hampi) સ્વામી ગોવિંદાનંદ સરસ્વતી તેમના અનુયાયીઓ સાથે, જે કર્ણાટકમાં ભગવાન હનુમાનના જન્મસ્થળ કિષ્કિંધાથી રથયાત્રા પર અહીં પહોંચ્યા હતા અને કેટલાક કાશ્મીરી પંડિત તીર્થયાત્રીઓ પણ અહીં હાજર રહ્યા હતા. સેવ શારદા સમિતિ કાશ્મીરના વડા રવિન્દર પંડિતાએ જણાવ્યું હતું કે, વિભાજન પછી પ્રથમ વખત, નિયંત્રણ રેખા પર સ્થિત શારદા મંદિરમાં નવરાત્રિ પૂજા કરવાની ફરી એકવાર ઐતિહાસિક ક્ષણ હતી. અહીં જે મંદિર અને ગુરુદ્વારા હતા તે સાલ 1947માં કબાઇલી હુમલામાં બાળી નાખવામાં આવ્યા હતા અને તે જમીન પર એક નવું મંદિર અને ગુરુદ્વારા બનાવવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે 23 માર્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Showglitz Navratri : શો ગ્લિટ્સની નવરાત્રી એટલે પરંપરાગત દેશી ગરબાનો રણકો..

બીજી તરફ મીડિયા અહેવાલ અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે પણ આની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ ખૂબ જ આધ્યાત્મિક મહત્ત્વની વાત છે કે સાલ 1947 પછી પહેલીવાર આ વર્ષે કાશ્મીરના ઐતિહાસિક શારદા મંદિરમાં નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ વર્ષની શરૂઆતમાં ચૈત્ર નવરાત્રિ પૂજા ઊજવવામાં આવી હતી અને હવે મંદિરમાં શારદીય નવરાત્રી પૂજાના મંત્રો ગુંજી રહ્યા છે. 23 માર્ચ, 2023ના રોજ રિનોવેશન પછી મંદિરને ફરીથી ખોલવાનું મને સૌભાગ્ય મળ્યું. તે માત્ર ખીણમાં શાંતિની વાપસીનું જ પ્રતીક નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરવાનું પણ પ્રતીક છે.” 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે કોઈ પણ પ્રકારે આની પુષ્ટિ અને દાવો કરતા નથી.)

Tulsi Vivah 2025: તુલસી વિવાહ ૨૦૨૫: આ શુભ યોગમાં થશે તુલસી માતાના લગ્ન, નોંધી લો પૂજાનું યોગ્ય મુહૂર્ત
Amla Navami: આમળા નવમી ૨૦૨૫: આ દિવસે માત્ર એક ખાસ ઉપાય કરો, જીવનભર વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદ
Gopashtami: ગોપાષ્ટમી 2025: શ્રી કૃષ્ણએ કયા શુભ દિવસે પહેલી વાર ગાયો ચરાવી? જાણો તે સમયનો રસપ્રદ કિસ્સો
Chhath Puja: અસ્ત થતા સૂર્યની આરાધના,છઠ પૂજા 2025ના ત્રીજા દિવસની વિધિ, મુહૂર્ત અને મહત્વ
Exit mobile version