News Continuous Bureau | Mumbai
Ganesh Chaturthi 2025 ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર છે. ભાદરવા મહિનામાં ગૌરી પુત્ર ગજાનન ૧૦ દિવસ માટે પૃથ્વી પર નિવાસ કરે છે અને આ દિવસોમાં ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. ભગવાન ગણેશને નવી શરૂઆતના દેવતા, વિઘ્નહર્તા અને વિદ્યાના રક્ષક માનવામાં આવે છે. આ દસ દિવસીય ગણેશ ઉત્સવ લોકો માટે ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ થી શરૂ થઈને ચતુર્દશી સુધી ચાલે છે.
ગણેશ ચતુર્થી ૨૬ કે ૨૭ ઓગસ્ટ ક્યારે છે?
આ વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બપોરે ૧:૫૪ કલાકે શરૂ થશે અને બીજા દિવસે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૪૪ કલાક સુધી રહેશે. ગણેશ ઉત્સવ સૂર્યોદયથી શરૂ થતો હોવાથી, ગણેશ ચતુર્થી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્તમાં બાપા દરેક ઘરમાં બિરાજમાન થશે.
ગણેશ ઉત્સવના ૧૦ દિવસ શું થાય છે?
ગણેશ ઉત્સવના પહેલા દિવસે લોકો ખૂબ જ ધામધૂમથી ઘરે અને પંડાલમાં ભગવાન ગણેશની માટીની પ્રતિમા સ્થાપિત કરે છે. આ દસ દિવસ દરમિયાન ભક્તિ, વ્રત, મંત્ર-જાપ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે. દસ દિવસ સુધી બાપાની સવાર-સાંજ પૂજા થાય છે અને અનંત ચતુર્દશીએ તેમને પ્રેમપૂર્વક વિદાય આપવામાં આવે છે. જેમના ઘરમાં ગણેશ પ્રતિમા બિરાજમાન થાય છે, તેમના માટે આ સમય ભગવાનની સેવા કરવાનો ખાસ અવસર હોય છે.
આ સમાચાર પણ વાંચો : Asim Munir: ‘ભારત ચમકતી મર્સિડીઝ, પાકિસ્તાન કબાડ થી ભરેલો ટ્રક’, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર ના મોઢે થી અનાયાસે નીકળી ગયું સત્ય
ગણેશ ચતુર્થી ૨૦૨૫નું મુહૂર્ત
ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન કાળ દરમિયાન થયો હતો, તેથી મધ્યાહન ના સમયને ગણેશ પૂજા માટે વધુ યોગ્ય માનવામાં આવે છે
.ગણેશ ચતુર્થી: બુધવાર, ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ મધ્યાહન
ગણેશ પૂજા મુહૂર્ત: સવારે ૧૧:૦૫થી બપોરે ૧:૪૦ સુધી
સમયગાળો: ૨ કલાક ૩૪ મિનિટ
ગણેશ વિસર્જન: શનિવાર, ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ચંદ્ર દર્શન વર્જિત સમય (૨૬ ઓગસ્ટ): બપોરે ૧:૫૪ થી સાંજે ૮:૨૯ સુધી (સમયગાળો ૬ કલાક ૩૪ મિનિટ) ચંદ્ર દર્શન વર્જિત સમય (૨૭ ઓગસ્ટ): સવારે ૯:૨૮ થી રાત્રે ૮:૫૭ સુધી (સમયગાળો ૧૧ કલાક ૨૯ મિનિટ)