Site icon

Hanuman Jayanti 2024: 23 કે 24 એપ્રિલ ક્યારે છે હનુમાન જયંતી?, જાણો અહીં સાચી તારીખ, બજરંગ બલીની પૂજા કરવાનો શુભ સમય અને પૂજા વિધિ..

Hanuman Jayanti 2024 : હનુમાન જન્મોત્સવ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ત્રેતાયુગમાં આ તારીખે વહેલી સવારે હનુમાનજીનો જન્મ થયો હતો. એ દિવસે મંગળવાર હતો. ( Hanuman Jayanti Kyare che ) તેમના પિતા કેસરી અને માતા અંજની હતા. હનુમાનજી મહાદેવના રુદ્ર અવતાર છે.

Hanuman Jayanti 2024 Hanuman Jayanti 2024 Date, Puja Vidhi, Shubh Muhurat and mantra

Hanuman Jayanti 2024 Hanuman Jayanti 2024 Date, Puja Vidhi, Shubh Muhurat and mantra

News Continuous Bureau | Mumbai

Hanuman Jayanti 2024: ચૈત્ર મહિનો હિંદુ ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે રામ નવમીની સાથે હનુમાન જયંતિ ( Hanuman Jayanti 2024 ) પણ આ મહિનામાં આવે છે. ચૈત્ર મહિનામાં પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે.   શાસ્ત્રોમાં કહેવાયું છે કે ત્રેતાયુગમાં આ શુભ દિવસે બજરંગ બલીનો જન્મ થયો હતો. તેથી ભક્તો આ દિવસે હનુમાનજીની પૂજા કરે છે. આ દિવસે મંદિરોને શણગારવામાં આવે છે અને વિવિધ સ્થળોએ ભંડારો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.  ચાલો જાણીએ ચોક્કસ તારીખ અને હનુમાન જયંતિ પર બજરંગ બલિની પૂજા કરવાનો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ..  

Join Our WhatsApp Community

 Hanuman Jayanti kyare che હનુમાન જયંતિ ક્યારે છે? 

હિંદુ કેલેન્ડર અને ઉદયા તિથિ અનુસાર આ વખતે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખ 23 એપ્રિલ એટલે કે મંગળવારે સવારે 3.26 કલાકે શરૂ થઈ રહી છે.  જે બીજા દિવસે 24 એપ્રિલે સવારે 5.18 વાગ્યા સુધી રહેશે.  તેથી, ઉદય તિથિને આધાર માનીને, હનુમાન જયંતિ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. 

વાસ્તવમાં, 23 એપ્રિલના રોજ આખો દિવસ પૂર્ણ ચંદ્ર હોવાથી, તમે કોઈપણ સમયે હનુમાનજીની પૂજા કરી શકો છો. પરંતુ જો કોઈ શુભ સમયે પૂજા કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને બજરંગ બલિના આશીર્વાદ મળે છે. હનુમાન જયંતિ પર પૂજાનો વિશેષ સમય સવારે 9.14 થી 10.49 સુધીનો રહેશે. આ પછી, 12.25 થી 2 વાગ્યા સુધી પૂજાનો ખૂબ જ ખાસ સમય છે. સાંજના સમયે 3.36 થી 5.11 સુધીનો સમય પણ પૂજા માટે શુભ બની રહ્યો છે. રાત્રે શુભ સમય 8:14 થી 9:25 સુધીનો રહેશે.

Hanuman Jayanti shubh muhurat : શુભ સંયોગ અને પૂજા માટે શુભ સમય 

કહેવાય છે કે બજરંગ બલીનો જન્મ મંગળવારે થયો હતો અને તેથી જ બજરંગ બલીને મંગલમૂર્તિનું નામ પણ આપવામાં આવ્યું છે. આ વર્ષે એટલે કે વર્ષ 2014 માં, 23 એપ્રિલ, મંગળવારે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે અને તે એક શુભ સંયોગ કહેવાય છે. જો તમે આ દિવસે વિધિવત અને સાચા મનથી પૂજા કરશો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. 

આ સમાચાર પણ વાંચો :  Health Tips : સીડીઓ ચડવામાં હાંફી જવાય છે,આ હોઈ શકે છે કારણ; જાણો ફીટ રહેવાના ઉપાયો

Hanuman Jayanti puja vidhi પૂજા વિધિ

હનુમાન જયંતિ પર, સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી મનમાં હનુમાનજીનું સ્મરણ કરો. જો તમારે આ દિવસે વ્રત રાખવું હોય તો હાથમાં ગંગાજળ લઈને ઉપવાસ કરવાનો સંકલ્પ લો. આ પછી, હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ત્યાર બાદ, ધૂપ અને અગરબત્તીઓ કરો. તેમજ ષોડશોપચારમાં હનુમાનજીની પુનઃ પૂજા કરો. આ પછી હનુમાનજીને ભોગ ( Bhog ) ચઢાવો. સાથે જ અંતમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

 Hanuman Jayanti Mantra મંત્ર

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Holika Dahan 2026: આજે કે કાલે, ક્યારે થશે હોલિકા દહન? જ્યોતિષીઓએ દૂર કરી મૂંઝવણ; ભદ્રા અને ચંદ્રગ્રહણને કારણે ૪ માર્ચે રમાશે ધૂળેટી.
Vastu Tips for Puja Diya: શું તમે પણ પૂજામાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો? જાણી લો વાસ્તુ મુજબ દીવો રાખવાની સાચી જગ્યા અને તેના અચૂક ફાયદા..
Exit mobile version