Site icon

Hanuman ji Upay: હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો? આ અસરકારક ઉપાયો અપનાવો, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે

Hanuman ji Upay: હનુમાનજીની કૃપા મેળવવા માટે આ ઉપાયો અજમાવો

Hanuman ji Upay Want to Please Hanuman Follow These Effective Measures, Your Wishes Will Surely Be Fulfilled

Hanuman ji Upay Want to Please Hanuman Follow These Effective Measures, Your Wishes Will Surely Be Fulfilled

  News Continuous Bureau | Mumbai 

Hanuman ji Upay: “કવન સો કાજ કઠિન જગ માહી, જો નાહી હોઈ તાત તુમ પાહી”… હનુમાન ચાલીસાની આ ચોપાઈ આપણને કહે છે કે જે વસ્તુ દુનિયામાં કોઈ આપી શકતું નથી, તે હનુમાનજી સરળતાથી આપી શકે છે. હનુમાનજી માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જો તમે સાચી ભક્તિથી તેમને પ્રસન્ન કરો, તો તમારી કોઈ પણ મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.

Join Our WhatsApp Community

Hanuman ji Upay: સવારના સમયે પૂજા કરવી

હનુમાનજીની પૂજા કરતી વખતે ખાસ કરીને સ્વચ્છતાની કાળજી લેવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ધોએલા વસ્ત્ર પહેરીને જ પૂજામાં બેસવું. જો તમે સંકલ્પ લઈને પૂજા કરી રહ્યા હોવ અથવા પૂજામાં વધુ સમય લાગતો હોય, તો પહેલા જ તકેદારી લેવી.

Hanuman ji Upay: સિંદૂર અર્પણ

હનુમાનજીને સિંદૂર ખૂબ પ્રિય છે. તેથી હનુમાનજીની પૂજામાં સિંદૂરનો પ્રથમ માન છે. તમે તમારી મનોકામના લઈને તેમને સિંદૂર ચઢાવી શકો છો, જેનાથી હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે.

Hanuman ji Upay: જપ કરવો

હનુમાનજીને ભગવાન રામ ખૂબ પ્રિય છે. જો તમે રામ નામનો અખંડ જપ કરો, તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ ભૂલો, જાણો શું છે નિયમો..

Hanuman ji Upay:  ભોગ ચઢાવવો

 હનુમાનજીને બૂંદી ના લાડુ, મીઠા વિડી ના પાન, ગોળ ખૂબ પ્રિય છે. તમે જ્યારે હનુમાનજીને પ્રસાદ ચઢાવો, ત્યારે ગરીબોને અને બાળકોને પણ પ્રસાદ આપો.

Hanuman ji Upay: મન ની શુદ્ધિ અને યોગ્ય આચરણ

મન ની શુદ્ધિ અને યોગ્ય આચરણ હનુમાનજીની કૃપા મેળવવા માટે મહત્વપૂર્ણ છે. જો તમારા મનમાં અન્ય લોકો માટે કપટ હોય, તો હનુમાનજી પ્રસન્ન નહીં થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
Ambaji Mandir: સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસા યંત્રની પૂજા થાય છે
Varaha Jayanti: વરાહ જયંતિની ઉજવણીને લઈને ગરમાઈ શકે છે રાજ્યનું રાજકારણ, આ મુદ્દા ની ચર્ચા એ પકડ્યું જોર, જાણો વિગતે
Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે કેમ ચંદ્ર ન જોવો જોઈએ? જાણો તેની પાછળ ની ધાર્મિક માન્યતા અને જો ભૂલથી જોવાઈ જાય તો શું કરવું? જાણો અહીં
Exit mobile version