Kashtbhanjan Hanumanji Live Aarti: હનુમાન જયંતિ ના પાવન દિવસે કરો, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આજની આરતીના લાઈવ દર્શન…
Kashtbhanjan Hanumanji Live Aarti: આજે હનુમાન જયંતિ છે. આજના પાવન દિવસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો છે.
Kashtbhanjan Hanumanji Live Aarti : ગુજરાત ( Gujarat ) ના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલુ કષ્ટભંજન દેવ હનુમાનજી ( Kashtbhanjan dev Hanuman ) નું મંદિર રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. તેમને સાળંગપુર હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ જૂના આ મંદિરમાં ખાસ કરીને મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે. અદભુત નકશીકામ કરેલું આ મંદિર કોઈ રાજદરબારથી કમ નથી. નારાયણ કુંડ અહીના આકર્ષણનું કેન્દ્ર છે.