News Continuous Bureau | Mumbai
Navratri: આજે શારદીય નવરાત્રી (Shardiya Navratri) નો બીજો દિવસ છે.નવરાત્રિના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણી (Bharmacharini) ની પૂજા કરવામાં આવે છે. તેમને જ્ઞાન, તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે.
દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. માં બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને તેમના પતિ તરીકે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. આ કઠીન તપને કારણે દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રીના બીજા દિવસે શુભ સમય
નવરાત્રીના બીજા દિવસે પૂજા માટે બે શુભ મુહૂર્ત છે. અમૃત કાલ સવારે 10.17 થી 11.58 સુધી રહેશે. ત્યારબાદ સવારે 11.44 થી 12.29 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આ બંને શુભ સમય પૂજા માટે શ્રેષ્ઠ છે.
બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાની વિધિ(puja vidhi)
બ્રહ્મચારિણી માતાની પૂજા કરતી વખતે પીળા કે સફેદ વસ્ત્રો પહેરો. માતાને સફેદ વસ્તુઓ અર્પણ કરો. જેમ કે સાકર, ખાંડ કે પંચામૃત. જ્ઞાન અને ત્યાગના કોઈપણ મંત્રનો જાપ કરી શકાય છે. માતા બ્રહ્મચારિણી માટે “ઓમ ઐન નમઃ” નો જાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Glowing Skin : હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે તમારે કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?, જાણો અહીં..
બીજા દિવસનો વિશેષ પ્રસાદ શું છે?
શારદીય નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને સાકર અર્પણ કરો. ભોગ ચઢાવ્યા પછી ઘરના તમામ સભ્યોમાં પ્રસાદ વિતરણ કરો.
મંત્ર
દેવી બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ કરો.
या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता.
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:..
दधाना कर पद्माभ्याम अक्षमाला कमण्डलू.
देवी प्रसीदतु मई ब्रह्मचारिण्यनुत्तमा..
ॐ देवी ब्रह्मचारिण्यै नमः॥