Site icon News Continuous Bureau | Mumbai

Solar Eclipse 2026 આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ! ભૂલથી પણ ન કરતા આ કામ, જાણો અમાસના ખાસ નિયમો.

Solar Eclipse 2026 ખગોળીય અને જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત દુલર્ભ સંયોગ, સૂર્યગ્રહણ દરમિયાન આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન

Solar Eclipse 2026  આજે  વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ! ભૂલથી પણ ન કરતા આ કામ, જાણો અમાસના ખાસ નિયમો.

Solar Eclipse 2026 આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ! ભૂલથી પણ ન કરતા આ કામ, જાણો અમાસના ખાસ નિયમો.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Solar Eclipse 2026 ખગોળીય ઘટનાઓ અને જ્યોતિષીય દ્રષ્ટિએ આજે ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ નો દિવસ અત્યંત રોમાંચક અને દુર્લભ સાબિત થવા જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬ નું બીજું અને આખરી સૂર્યગ્રહણ (Solar Eclipse) આજે ખગ્રાસ સ્વરૂપે લાગવા જઈ રહ્યું છે. શ્રાવણ માસની અમાસ (Amavasya) તિથિએ સર્જાઈ રહેલા આ સૂર્યગ્રહણને કારણે સુતક કાળ (Sutak Period) અને ધાર્મિક નિયમોને લઈને લોકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Solar Eclipse 2026 – સૂર્યગ્રહણની ચોક્કસ ટાઈમિંગ અને પીક ટાઈમ

ભારતીય સમય અનુસાર (IST), આ સૂર્યગ્રહણની શરૂઆત આજે રાત્રે ૦૯:૦૪ વાગ્યાથી થશે. ગ્રહણનો પીક ટાઈમ એટલે કે સર્વોચ્ચ તબક્કો રાત્રે ૧૧:૧૬ વાગ્યે રહેશે, જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે. આ ગ્રહણ ૧૩ ઓગસ્ટની મોડી રાત્રે ૦૧:૨૭ વાગ્યે (અને વિવિધ તબક્કાઓ મુજબ સવારે ૦૪:૨૫ વાગ્યા સુધી) પૂર્ણ થશે. વૈદિક જ્યોતિષ અનુસાર, આ દરમિયાન આકાશમાં ગ્રહોનો વિશેષ સંયોગ પણ જોવા મળી રહ્યો છે.

Solar Eclipse 2026 – ભારતમાં દ્રશ્યતા અને સુતક કાળના નિયમો અંગે સ્પષ્ટતા

દેશભરના નાગરિકો માટે મહત્વની વાત એ છે કે આ સૂર્યગ્રહણ ભારતમાં બિલકુલ દ્રશ્યમાન (Not Visible in India) થશે નહીં. ભારતમાં આ સમયે રાત્રિનો સમય હોવાથી સૂર્ય ક્ષિતિજ નીચે રહેશે. જ્યોતિષીય નિયમો મુજબ, જે દેશમાં ગ્રહણ દ્રશ્યમાન ન હોય ત્યાં તેનો સુતક કાળ (Sutak Period) ક્ષેત્રીય રીતે માન્ય ગણાતો નથી. તેથી ભારતમાં લોકો કોઈ પણ ભય વિના શ્રાવણ અમાસની પૂજા, પિતૃ તર્પણ અને શિવ આરાધના જેવા ધાર્મિક કાર્યો કરી શકે છે.

Solar Eclipse 2026 – વિશ્વમાં ક્યાં દેખાશે અને ઓનલાઈન લાઈવ જોવાની રીત

આ પૂર્ણ સૂર્યગ્રહણ મુખ્યત્વે ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઉત્તરી રશિયા, એટલાન્ટિક મહાસાગર, સ્પેન અને પોર્ટુગલના કેટલાક ભાગોમાં સ્પષ્ટ દેખાશે. યુરોપના મુખ્ય ભૂ-ભાગ પર ૧૯૯૯ પછીનું આ પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ છે. ભારતના ખગોળ પ્રેમીઓ આ દુર્લભ ઘટનાને ઓનલાઈન માધ્યમથી લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) દ્વારા નાસા (NASA) ની સત્તાવાર વેબસાઈટ કે ઓનલાઈન પ્લેટફોર્મ પર જોઈ શકશે.

👉 આ સમાચાર વાચો:
Tata Sons N Chandrasekaran Resignation એજીએમ પહેલાં ટાટા ગ્રુપમાં મોટું સંકટ! ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરન હટ્યા, રોકાણકારોમાં ખળભળાટ!

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
Thackeray Brothers Maha Morcha ઠાકરે બંધુઓ ફરી એક મંચ પર! જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આ તારીખે રાજઉદ્ધવ ઠાકરેનો સંયુક્ત ‘મહામોર્ચો’
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version