Site icon News Continuous Bureau | Mumbai

Labh Pancham 2023: આ તારીખે છે લાભ પાંચમ, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે

labh pacham 2023

labh pacham 2023

News Continuous Bureau | Mumbai

લાભ પાંચમને ભારતમાં દીપાવલી(Diwali)ના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ (Labh Pancham 2023) 18 નવેમ્બર શનિવારના રોજ ઉજવાય છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. બિજનેસ કરનારા લોકો આ દિવસે પણ શુભ મુહુર્ત(Shubh muharat)માં તેમના વેપાર કે ધંધાના મુહુર્ત કરે છે. આ તારીખ સુખ અને સમૃદ્ધિને વધે છે, પ્રગતિ થાય છે. 

 

Join Our WhatsApp Channel

શુભ મુહુર્ત

કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ(Panchmi TiThi) 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે.

 

પૂજા મુહૂર્ત 

સવારે – 06:45 am – 10:19 am
અવધિ – 3 કલાક 34 મિનિટ

 

લાભ પાંચમનું મહત્વ

શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન ગણેશની પૂજા(Ganesha puja) કરવાથી વેપારમાં ઇચ્છિત લાભ(Labh) મળે છે. અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પરિવારમાં સૌભાગ્યની સાથે સુખ-શાંતિ રહે છે. લાભ પાંચમ(Labh Pancham) પર દીપાવલી પર પૂજા કર્યા પછી, શુભકામનાઓ અને આશીર્વાદ સાથે ભગવાન ગણેશનું સ્મરણ કરીને હિસાબની ચોપડીઓ લખવાની શરૂઆત કરવામાં આવે છે.

 

આ સમાચાર પણ વાંચોઃ Bal Thackeray Death Anniversary: વાંચો, બાલ ઠાકરેના જીવન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો વિશે
Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા
Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Shiva Tandav Stotram importance શિવ તાંડવ સ્તોત્ર ક્યારે અને શા માટે કરવામાં આવે છે? જાણો આ દિવ્ય સ્તોત્રનું અદ્ભુત મહત્વ…
Shravan 2026 Precautions પવિત્ર શ્રાવણ માસમાં ભુલથી પણ ન કરો આ ભૂલો, જાણો પૂજાના ખાસ નિયમો
Exit mobile version