મહર્ષિ વાલ્મિકીના જન્મનો સાચો સમય કોઈ જાણતુ નથી અને આધુનિક ઈતિહાસકારોની વચ્ચે તે ચર્ચાનો વિષય પણ છે. વાલ્મીકીનો ઉલ્લેખ સતયુગ, ત્રેતા અને દ્વાપર, ત્રણે કાળોમાં મળે છે. જો કે હિંદુ ચંદ્ર કેલેન્ડર પ્રમાણે અશ્વિન પૂર્ણિમાંના દિવસે તેમની જન્મજયંતી(Maharishi Valmiki Jayanti) ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 28 ઓક્ટોબરે આવી રહી છે.
આ કારણે બન્યા જાણીતા
વાલ્મીકીને સંસ્કૃત સાહિત્યના પહેલા મહાકવિ કહેવાય છે. તેમણે સંસ્કૃતમાં પહેલા મહાકાવ્યની રચના કરી હતી. જેને આખી દુનિયા ‘રામાયણ(Ramayana)‘ના નામે ઓળખે છે. વાલ્મીકીને મહર્ષિ વાલ્મીકી પણ કહેવામા આવે છે અને તે આદિ કવિના રૂપે પ્રસિદ્ધ છે. પ્રથમ સંસ્કૃત મહાકાવ્યની રચના કરવાને કારણે વાલ્મીકી ‘આદિ કવિ’ કહેવાયા. મહર્ષિ વાલ્મીકીને ભગવાન શ્રી રામના સમકાલીન ગણવામાં આવે છે.
કોણ હતા મહર્ષિ વાલ્મિકી?
વાલ્મીકિ મહર્ષિ કશ્યપ અને અદિતિના નવમાં પુત્ર વરૂણ એટલે આદિત્ય સાથે તેમનો જન્મ થયો. તેમની માતા ચર્ષણી અને ભાઈ ભૃગુ હતાં. ઉપનિષદ પ્રમાણે તેઓ પણ પોતાના ભાઇ ભૃગુની જેમ પરમ જ્ઞાની હતાં. એકવાર ધ્યાનમાં બેઠેલાં વરૂણ-પુત્રના શરીરને કીડીઓએ રાફડો બનાવીને ઢાંકી દીધું હતું. સાધના પૂર્ણ કરીને જ્યારે તેઓ રાફડો જેને વાલ્મીકિ કહેવામાં આવે છે, તેમાંથી બહાર આવ્યાં ત્યારે તેમનું નામ વાલ્મીકિ પડ્યું.
બ્રહ્માજીના કહેવાથી કરી હતી રામાયણની રચના
ધર્મગ્રંથો મુજબ, મહર્ષિ વાલ્મીકિનું સંપૂર્ણ નામ રત્નાકર(Ratnakar) હતું. તે પોતાના પરિવારના પાલન-પોષણ માટે લૂટ-પાટ કરતાં હતાં. એકવાર તેમને નિર્જન વનમાં નારદ મુનિ મળ્યાં. જ્યારે રત્નાકરે તેમને લૂટવાની કોશિશ કરી, તો તેમણે રત્નાકરથી પૂછ્યું કે- આ કામ તમે શાં માટે કરો છો? ત્યારે રત્નાકરે જવાબ આપ્યો કે- પોતાના પરિવારના ભરણ-પોષણ માટે. નારદે પ્રશ્ન કર્યો કે- આ કામના ફળસ્વરૂપ જે પાપ તમને થશે, શું તેની સજા ભોગવવા માટે તમારો પરિવાર તમારો સાથ આપશે?
નારદ મુનિ(NaradMuni)ના પ્રશ્નનોનો જવાબ જાણવા માટે રત્નાકર પોતાના ઘરે ગયાં. પરિવારના સભ્યોને પૂછ્યું કે- મારા દ્વારા કરવામાં આવેલાં કામના ફળસ્વરૂપ મને મળતી સજામાં તમે મારા ભાગીદાર બનશો? રત્નાકરની વાત સાંભળીને બધાએ મનાઇ કરી દીધી. રત્નાકરે પાછા ફરીને આ વાત નારદ મુનીને જણાવી. ત્યારે નારદ મુનિએ કહ્યું કે- જે લોકો માટે તમે ખરાબ કામ કરો છો જો તે જ તમારા પાપના ભાગીદાર નથી બનવા માંગતાં તો તમે આ પાપકર્મ કેમ કરો છો?
નારદ મુનિની વાત સાંભળીને તેમના મનમાં વૈરાગ્યનો ભાવ આવી ગયો. પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો ત્યારે નારદ મુનિએ તેમને રામના નામનો જાપ કરવા માટે કહ્યું. રત્નાકર વનમાં એકાંત સ્થાન પર બેસીને રામ-રામ જાપવા લાગ્યાં. ઘણાં વર્ષો સુધી કઠોર તપ કર્યા પછી તેમના આખાં શરીર ઉપર કીડીઓએ રાફડો બનાવી લીઘો. કાલાંતરમાં મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી.
બ્રાહ્માજી(Brahmaji)ના કહેવાથી તેમને રામાયણ મહાકાવ્યની રચના કરી હતી ક્રોંચ પક્ષીની હત્યા કરનાર એક શિકારીએ તેમને શ્રાપ આપ્યો હતો ત્યારે તેમના મુખે અચાનક એક શ્લોકની રચના થઈ ગઈ હતી. તેમના આશ્રમમાં બ્રાહ્મજીએ પ્રગટ થઈને કહ્યું કે મારી પ્રેરણાથી જ આવી વાણી તમારા મુખેથી નિકળી છે. એટલા માટે તમે શ્લોક રૂપમાં જ શ્રીરામના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. આ પ્રકારે બ્રહ્માજીના કહેવાથી મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી.
સીતા માતાને આપ્યો હતો આસરો
માનવામાં આવે છે કે, પ્રભુ શ્રીરામે માતા સીતાનો ત્યાગ કરી દીધો હતો. ત્યારે માતા સીતા અનેક વર્ષો સુધી મહર્ષિ વાલ્મીકિ (Maharishi Valmiki)ના આશ્રમમાં રહ્યા હતાં. અહીં તેમણે લવ અને કુશને જન્મ આપ્યો. અહીં જ તેમને વનદેવી નામથી ઓળખવામાં આવ્યાં. એટલે મહર્ષિ વાલ્મીકિનું પણ તેટલું જ મહત્ત્વ છે. જેટલું રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ અને અન્ય પાત્રોનું છે.