Site icon News Continuous Bureau | Mumbai

Utpanna Ekadashi 2023 : આ દિવસે ઊજવાશે ઉત્પન્ના એકાદશી, ભગવાન વિષ્ણુની ભક્તિનું મહત્ત્વ, જાણો પૂજા પદ્ધતિ વિશે!

Utpanna Ekadashi 2023 : હિંદુ ધર્મમાં, તમામ એકાદશી તિથિઓનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમની કૃપા વરસે છે. આ એકાદશી તિથિઓમાંની કેટલીક તિથિઓને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.

Utpanna Ekadashi 2023 Dates, Time, Rituals and Significance

Utpanna Ekadashi 2023 Dates, Time, Rituals and Significance

News Continuous Bureau | Mumbai

Utpanna Ekadashi 2023 : હિંદુ ધર્મમાં, તમામ એકાદશી તિથિઓનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી તેમની કૃપા વરસે છે. આ એકાદશી તિથિઓમાંની કેટલીક તિથિઓને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. તેમાંની એક છે ઉત્પન્ના એકાદશી. માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ના અથવા ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. માન્યતાઓ મુજબ, ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે.

Join Our WhatsApp Channel

ઉત્પન્ના એકાદશી ક્યારે છે?

હિંદુ કેલેન્ડર મુજબ, ઉત્પન્ના એકાદશી તિથિ 8 ડિસેમ્બર, 2023 ના રોજ સવારે 5:06 વાગ્યે શરૂ થશે અને 9 ડિસેમ્બરના રોજ સવારે 6:30 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર ઉત્પન્ના એકાદશી 8 ડિસેમ્બરે ઊજવવામાં આવશે. કહેવાય છે કે જે લોકો ઉત્પન્ના એકાદશી (Utpanna Ekadashi) નું વ્રત રાખે છે, તેમની મનોકામનાઓ ભગવાન વિષ્ણુ પૂર્ણ કરે છે. તેમ જ ઉત્પન્ના એકાદશીના ઉપવાસ અને વિધિ પ્રમાણે પૂજા (Puja) કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે.

કેવી રીતે કરવી પૂજા?

એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠીને રોજિંદા કામ પતાવી સાફ પાણીથી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુ (Lord vishnu) નું સ્મરણ કરવું જોઈએ. આ પછી પૂજામાં ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, તુલસી (Tulsi), દહીં, દૂધ, મધ, ઘી અને ખાંડ વગેરે ચઢાવવામાં આવે છે. એકાદશીની પૂજા અને પ્રસાદમાં તુલસીનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે, સાથે જ ધૂપ અને દીવા પ્રગટાવવામાં આવે છે. એકાદશીની વાસ્તવિક પૂજા સાંજે થાય છે. ભગવાન વિષ્ણુની આરતી કરવામાં આવે છે, વિષ્ણુ સહસ્ત્રનમ અને શ્રી હરિ સ્તોત્રમનો પાઠ કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવામાં આવે છે. દ્વાદશી તિથિના બીજા દિવસે એકાદશી વ્રત તોડવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Dev Uthani Ekadashi 2023: આ દિવસે ઊજવાશે દેવઉઠી એકાદશી, ભગવાન વિષ્ણુની ભક્તિનું મહત્ત્વ, જાણો પૂજા પદ્ધતિ અને શુભ સમય વિશે

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Kailash Mansarovar Yatra। કૈલાશ માનસરોવર યાત્રા મોંઘી થઈ ખર્ચમાં ૩૫ હજારનો વધારો, હવે શ્રદ્ધાળુઓએ પ્રતિ વ્યક્તિઆટલા લાખ ચૂકવવા પડશે
Numerology Money Code Secret। જન્મતારીખમાં છુપાયેલું છે અઢળક પૈસા કમાવવાનું રહસ્ય! 10 સેકન્ડમાં જાણો તમારો પર્સનલ ‘મની કોડ’
Shani Iron Ring Benefits। શનિના પ્રકોપથી બચવા માટે રામબાણ ઈલાજ કઈ આંગળીમાં અને કઈ રાશિના લોકોએ પહેરવી લોખંડની વીંટી? જાણી લો સાચી રીત
Garud Puran।મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? ગરુડ પુરાણ અનુસાર જાણો આગામી જન્મ અને કર્મોના હિસાબનું ગૂઢ રહસ્ય
Exit mobile version