Site icon

Vastu Tips : ઘરમાં પાણીના માટલાને ભૂલથી ‘આ’ દિશામાં ન મૂકશો; જીવનમાં આવશે સમસ્યાઓ; થશે પૈસાનો વ્યય

Vastu tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીનું સ્થાન ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં પાણીનો સ્ત્રોત રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આર્થિક લાભ પણ થાય છે. આ દિશામાં જળ સ્ત્રોત હોવાને કારણે ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.

Vastu Tips Keep an earthen pot filled with water in THIS direction of the house

Vastu Tips Keep an earthen pot filled with water in THIS direction of the house

News Continuous Bureau | Mumbai 

Vastu tips: ઉનાળાની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને હીટ વેવ્ઝ ચાલુ થઈ ગયા છે. દરરોજ પારો નવી ઊંચાઈ સુધી વધી રહ્યો છે, તેથી, આપણે ફ્રીજ, રેફ્રિજરેટરનો ગમે તેટલો ઉપયોગ કરીએ, પરંતુ માટીના ઘડામાંથી પાણી પીવાનો અહેસાસ અલગ છે. મૂળભૂત રીતે, માટલાનું પાણી પીવામાં કોઈ નુકસાન પણ નથી અને તે કુદરતી રીતે ઠંડુ થાય છે અને આ ઉપરાંત પૈસાની પણ બચત કરે છે, તેથી પહેલાના સમયમાં ઘણા લોકો માટલાનું પાણી પીતા હતા. પરંતુ, આજે પણ ઘણા લોકો માટલાનું પાણી પીવે છે. ( Vastu Tips water pot )

Join Our WhatsApp Community

Vastu tips: દરેક વસ્તુને ચોક્કસ જગ્યાએ રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે

પાણી આપણા માટે જીવન છે, પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે દરેક વસ્તુને ચોક્કસ જગ્યાએ રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. જો તમે ઘરની દરેક વસ્તુને તેની જગ્યાએ રાખો છો તો તમને ઘરમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. આવો જ એક નિયમ છે ઘરમાં યોગ્ય જગ્યાએ પાણીનું માટલું હોવું. તેનાથી તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળશે. (Vastu rule for water pot )

મહત્વનું છે કે વાસ્તુશાસ્ત્રમાં પાણી, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વીના તત્વો માટે અલગ-અલગ દિશાઓ અથવા સ્થાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તત્વોથી સંબંધિત વસ્તુઓ પણ તેમની દિશા અનુસાર ઘરમાં રાખવી જોઈએ. નહીં તો વાસ્તુ દોષ થવા લાગે છે.

Vastu tips: પાણીનું માટલું ક્યારેય દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ

પાણીનું માટલું દરેકના ઘરમાં હોય છે. પરંતુ, વાસ્તુ અનુસાર ઘરમાં બોરિંગ અથવા પાણીનું માટલું ક્યારેય દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. કારણ કે દક્ષિણ-પૂર્વ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે. કહેવાય છે કે અગ્નિ અને પાણીના મિશ્રણથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. જેના પગલે આર્થિક તંગી, નકારાત્મકતા અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ પાણીની ટાંકી, પાણીના વાસણો જેવા કે પાણીનું માટલું, કલશી, હાંડા દક્ષિણ કે નૈઋત્ય દિશામાં રાખવાથી કૌટુંબિક નુકશાન થાય છે.

આ સમાચાર પણ વાંચો : Vastu: વાસ્તુ અનુસાર શ્રીયંત્રનું છે આ માટે છે ખાસ મહત્વ, થશે અનેક લાભ

Vastu tips: પાણીનો સંગ્રહ કરવા માટે યોગ્ય સ્થળ કયું છે?

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વ દિશાને પાણી રાખવા માટે યોગ્ય દિશા માનવામાં આવે છે. તેથી બોરિંગ અથવા પાણીનું માટલું રાખવા માટે ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશા યોગ્ય માનવામાં આવે છે. વાસણો પાણીથી ભરેલા રાખવા માટે પૂર્વ અને ઉત્તર દિશા યોગ્ય છે. ( right direction for water pot )

Vastu tips: આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના નળ ક્યારેય લીક ન થવા જોઈએ. અન્યથા ઘરમાં વાસ્તુ દોષો સર્જાય છે. ઘરમાં પૈસા પાણીની જેમ વહેવા લાગે છે. ઉપરાંત, તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ માટે, પાણીના નળ લીક ન થાય તેનું ધ્યાન રાખો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Temple: મંદિરે જવું કેમ જરૂરી છે?જાણો રોજ મંદિર જવાના શું થાય છે લાભ
Garuda Purana: ગરુડ પુરાણ: ‘આ’ ત્રણ કામ ક્યારેય અધૂરા ન છોડવા, નહિંતર ભોગવવી પડે છે નરક જેવી યાતનાઓ
Jain Festival: રવિવારે મુંબઈમાં એક લાખ જૈનોની ઐતિહાસિક રથયાત્રા: ૨૦૦ જૈન સંઘો વિશ્વ શાંતિનો સંદેશ આપશે
Ashwin Month: અશ્વિન માસ 2025: પિતૃપક્ષ, શારદીય નવરાત્રિ, સૂર્યગ્રહણ…, અશ્વિન માસમાં આ મોટા વ્રત-તહેવારો અને ધાર્મિક ઘટનાઓ થશે
Exit mobile version