Site icon

Navratri 2023: આજે નવલી નવરાત્રિનું ત્રીજું નોરતું, આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના..

Navratri 2023: નવલી નવરાત્રિના ત્રીજા દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

Who is Maa Chandraghanta? Significance, puja vidhi, timing

Who is Maa Chandraghanta? Significance, puja vidhi, timing

News Continuous Bureau | Mumbai 

Navratri 2023: આદિશક્તિની ઉપાસનાનો દરેક દિવસ વિશેષ છે. માતાના નવ સ્વરૂપો 9 આશીર્વાદ સમાન છે. દેવીના આશીર્વાદથી ગ્રહોની તકલીફો, જીવનની અડચણો અને માનસિક સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ(day 3) છે. આજે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની(maa chandraghanta) પૂજા કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ મા ચંદ્રઘંટાની પૂજા પદ્ધતિ(puja vidhi) અને શુભ મુહૂર્ત વિશે .

Join Our WhatsApp Community

માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ

માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે. તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતાનો પણ વિકાસ થાય છે. તેના ચહેરા, આંખો અને આખા શરીરની ચમક વધે છે અને તેનો અવાજ દિવ્ય અને અલૌકિક મધુરતાથી ભરપૂર બને છે. ક્રોધિત, નાની નાની બાબતોમાં વિચલિત, તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : GMIS : પ્રધાનમંત્રી આજે ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે

માતા ચંદ્રઘંટાનો મહિમા

મા ચંદ્રઘંટાનાં કપાળ પર અર્ધ ચંદ્ર શોભે છે, તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમના દસ હાથમાં શસ્ત્રો છે અને તેમની મુદ્રા યુદ્ધની છે. જે વ્યક્તિ તેમની પૂજા કરે છે તે પરાક્રમી અને નિર્ભય બને છે. જ્યોતિષશાસ્ત્રમાં તેઓ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. તેમની પૂજા કરવાથી સ્વભાવમાં નમ્રતા પણ આવે છે.

મા ચંદ્રઘંટા ની પૂજા કરવાની રીત

નવરાત્રિના ત્રીજા દિવસે લાલ વસ્ત્રો પહેરીને ચંદ્રઘંટા દેવીની પૂજા કરવી શ્રેષ્ઠ મનાય છે. માતાને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો. વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. કેસર અને દૂધમાંથી બનેલી મીઠાઈ અથવા ખીર ચઢાવો. માતાને સફેદ કમળ, લાલ હિબિસ્કસ અને ગુલાબની માળા અર્પણ કરો અને પ્રાર્થના કરતી વખતે મંત્રનો જાપ કરો. આ રીતે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી હિંમતની સાથે નમ્રતા વધે છે.

શુભ સમય

અભિજીત મુહૂર્ત નવરાત્રિના ત્રીજા દિવસે એટલે કે આજે સવારે 11.29 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આ પછી સવારે 11.23 થી 1.02 સુધી અમૃતકાલ થશે. તમે આ બંને શુભ મુહૂર્તમાં ચંદ્રઘંટા દેવીની પૂજા કરી શકો છો.

મંત્ર

या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै, नमो नमः।”

पिंडजप्रवरारूढा, चंडकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं, चंद्रघंटेति विश्रुता।।

Vrindavan: પગાર વિવાદમાં બાંકે બિહારી મંદિરમાં અનર્થ, ઠાકુરજીને ભોગ અર્પણ ન થતાં ભક્તોમાં આક્રોશ
Char Dham Yatra : કપાટ બંધ થયા બાદ પણ શીતકાલીન પૂજા સ્થળો પર શ્રદ્ધાળુઓનો ધસારો, ૩૫૬૭ થી વધુ ભક્તોએ કર્યા દર્શન
Temples of Shani Dev: સાડાસાતીનો ઉપાય: જો તમે શનિની દશાથી પરેશાન હો, તો આ મંદિરોની મુલાકાત તમારા માટે છે વરદાનરૂપ
Ram Temple Flag Hoisting 2025: રામ મંદિર ધ્વજારોહણનું મહત્ત્વ: ધર્મધ્વજ કેમ ફરકાવાય છે? જાણો ૪૪ મિનિટના શુભ મુહૂર્તનું અદ્ભુત ધાર્મિક રહસ્ય!
Exit mobile version