Site icon

Navratri 2023: આજે નવરાત્રીનું છઠ્ઠુ નોરતુ, આ રીતે કરો મા કાત્યાયની પૂજા-અર્ચના

માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.

navratri day 6 Maa katayayni

navratri day 6 Maa katayayni

News Continuous Bureau | Mumbai

Navratri day 6: માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. નવરાત્રીના છઠ્ઠા દિવસે(Navratri day 6) તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયની(Maa katyayani)ના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.

માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું?

માતાના નામ પાછળ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી. 

 

Join Our WhatsApp Community
થોડાક સમય બાદ જ્યારે મહિષાસુર(Mahisasur)નો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ. એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષી(Katyayan Rushi)ની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. 

 

ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે. 

 

માતાની ઉપાસના

મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.  માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા(puja vidhi) ઉપાસની કરવી જોઈએ. 

ઉપાસના મંત્રો :-

ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. 
ઓમ કાં કાં કાત્યાયની ઠ: ઠ:. 
વિશ્વકર્ત્રી, વિશ્વભર્ત્રી, વિશ્વહર્ત્રી વિશ્વપ્રીત 
વિશ્વરચિતા, વિશ્વાતીત્વ, કાત્યાયન સૂતે નમોસ્તુતે
આ સમાચાર પણ વાંચોઃ Birthday Special: સની દેઓલે પોતાના પહાડી અવાજ અને મજબૂત ડાયલોગના લીધે બનાવી આગવી ઓળખ! 

 

Shiva Mahapuran Katha: મુંબઈ ના કાંદિવલી પશ્ચિમ માં શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન: 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Sankashti Chaturthi: આજે છે ગણાધિપ સંકષ્ટી ચતુર્થી: ગણેશજીને પ્રસન્ન કરવા માટે આ શુભ સમયે કરો પૂજા અને વ્રત.
Kartik Purnima Lamp: કાર્તિક પૂર્ણિમા ૨૦૨૫: ૩૬૫ વાટનો દીવો કઈ રીતે પ્રગટાવશો? જાણો શુભ સમય અને યોગ્ય વિધિ, થશે પુણ્યની પ્રાપ્તિ.
Exit mobile version