News Continuous Bureau | Mumbai
નવરાત્રીના આઠમા(Navratri day 8) નોરતે માતા આદ્યા શક્તિના મહાગૌરી સ્વરુપની પૂજા કરવામાં આવે છે. શિવપુરાણ મુજબ, મહાગૌરીને 8 વર્ષની ઉંમરમાં જ પોતાના પૂર્વ જન્મની ઘટનાઓનો આભાસ થઈ ગયો હતો. માટે તેમને 8 વર્ષની ઉંમરથી જ ભગવાન શિવને પતિ રુપમાં મેળવવા માટે તપસ્યા શરુ કરી દીધી હતી, માટે અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન કરવાનું વિધાન છે. આ દિવસે માની પૂજામાં દુર્ગાસપ્તશતી (Durgasaptsati) ના મધ્ય ચરિત્રનો પાઠ કરવાથી વિશેષ ફળદાયી હોય છે.
ગૌરીનો ધ્યાન મંત્ર
श्वेते वृषे समारुढ़ा श्वेताम्बरधरा शुचिःमहागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।
મહાગૌરી(MahaGauri) પૂજન કરતી વખતે આ મંત્રથી દેવીનું ધ્યાન કરવું જોઈએ.
મહાગૌરીનું સાંસારિક સ્વરુપ
મા મહાગૌરીને શિવા પણ કહેવામાં આવે છે. તેમના એક હાથમાં દુર્ગા શક્તિનું પ્રતિક ત્રિશૂળ હોય છે તો બીજા હાથમાં શિવ(Shiv)નું પ્રતિક ડમરુ હોય છે. પોતાના સંસારિક રુપમાં મહાગૌરી ઉજ્જ્વલ, કોલળ, શ્વેત વર્ણી તથા શ્વેત વસ્ત્રધારી અને ચતુર્ભુજા છે. મહાગૌરીને ગાયન અને સંગીત ઘણાં પસંદ છે. તેઓ સફેદ વૃષભ એટલે કે બળદ પર સવાર રહે છે. તેમના તમામ આભૂષણો વગેરે પણ શ્વેત છે. મહામારીની ઉપાસનાથી પૂર્વસંચિત પાપ નષ્ટ થઈ જાય છે.
આ છે પૂર્વ વિધિ
મા શક્તિના સ્વરુપની પૂજા(MahaGauri Puja) કરવા માટે નારિયેળ, હલવો, પુરી અને શાકનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે કાળા ચણાનો પ્રવાસ વિશેષરુપે બનાવાય છે.
પૂજા પછી કન્યાઓને ભોજન
ફાઈલ તસવીર પૂજા પછી કુંવારી કન્યાઓને ભોજન(Kanya Bhojan) કરાવવું અને તેમનું પૂજન કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મહાગૌરી માતા અન્નપૂર્ણા સ્વરુપ પણ છે. માટે કન્યાઓને ભોજન કરવવા અને તેમનું પૂજન-સન્માન કરવાથી ધન, વૈભવ અને સુખ-શાંતિ મળે છે.
આ સમાચાર પણ વાંચોઃ Prasad Recipes: નવરાત્રી સ્પેશિયલ પ્રસાદ રેસિપી, બનાવવામાં છે એકદમ સરળ આજે જ ટ્રાય કરો