News Continuous Bureau | Mumbai
આજકાલ હેર કલર કરવાનો ટ્રેન્ડ છે. તમે મોટા ભાગના ગ્લોબલ અથવા હાઈલાઈટ્સ કલરના નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને 8 અલગ-અલગ પ્રકારના હેર કલર પેટર્ન વિશે જણાવી રહ્યા છીએ. જેના વિશે તમે કદાચ જ સાંભળ્યું હશે
ટ્રેડિશનલ હાઇલાઇટ્સ – આને ફોઇલિંગ પણ કહે છે. જેમાં તમે કેટલાક વાળને છોડીને મૂળથી લઇને નીચે સુધી કલર કરાવી શકો છો. જેનાથી આવો લૂક મળે છે.
બેબી લાઇટસ- આ પ્રકારનો રંગ કરવો થોડો મુશ્કેલ છે. આ વાળને સન કિસ્ડ લુક એટલે કે શીમરી શાઇની લૂક મળે છે.
બૈલેજ- આ કલર પેટર્નને બેલેજ કહેવાય છે. આ એક ફ્રેચ ટર્મ છે. જેમાં ફોઇલિંગ દ્વારા જ હાઇલાઇટ્સ થાય છે. જો કે તે વધુ ક્લિયર હોય છે. જેને કોઇપણ હેર ટાઇપ પર કરી શકાય છે.
ઓમ્બ્રો- આ એક ફ્રેંચ શબ્દ છે. જેનો અર્થ છે કે, એવા રંગ જે એક ટોનનના શેડમાં આવે છે. જેમાં વાળના મૂળથી માંડીને નીચે સુધી એક જ શેડ અલગ- અલગ રંગમાં કરી શકાય છે.
સોમ્બ્રો- જો આપને ઓમ્બ્રો લૂક પસંદ નથી તો આપ સોમ્બ્રો કલર કરાવી શકો છો. જે ખૂબ જ ફેમિનિન અને લાઇટ છે.
ચંકી હાઇલાઇટ્સ- આ ટાઇપમાં વાળનો લગભગ એક ઇંચનો ચંક લઇને કરી શકાય છે. આ ટાઇપમાં ખૂબ જ સ્માર્ટ અને અલગ લૂક મળે છે.
ડાયમેન્શન હાઇલાઇટ- આ ટાઇપના નામ પરથી જ આપ સમજી શકો છો કે આ હેર લાઇટસ કેવો લૂક આપશે, તેમાં લાઇટ અને ડાર્ક શેડની સાથે મિક્સ કરીને કરી શકાય છે.