Site icon News Continuous Bureau | Mumbai

Sanskrit Saptah 2026 Gujarat ગુજરાતમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણી, ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે મહા જનઅભિયાન

Sanskrit Saptah 2026 Gujarat શિક્ષણ વિભાગની સાથે હવે વહીવટીતંત્ર પણ જોડાશે, 'વિકાસ પણ, વિરાસત પણ'ના સંકલ્પ સાથે થશે કાર્યક્રમો

Sanskrit Saptah 2026 Gujarat  ગુજરાતમાં 'સંસ્કૃત સપ્તાહ'ની ભવ્ય ઉજવણી, ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે મહા જનઅભિયાન

Sanskrit Saptah 2026 Gujarat ગુજરાતમાં 'સંસ્કૃત સપ્તાહ'ની ભવ્ય ઉજવણી, ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે મહા જનઅભિયાન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Sanskrit Saptah 2026 Gujarat ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ૨૫ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘સંસ્કૃત સપ્તાહ’ મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે, જેમાં શિક્ષણ અને વહીવટીતંત્રની વિશેષ ભાગીદારી રહેશે.

Sanskrit Saptah 2026 Gujarat – સંસ્કૃત સપ્તાહ: જનભાગીદારી સાથે સંસ્કૃતિનું જતન

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘સંસ્કૃત સપ્તાહ’ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેને વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શાળા, મહાવિદ્યાલય અને યુનિવર્સિટી સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિઓ બનાવીને આ કાર્યક્રમને એક જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે.

Sanskrit Saptah 2026 Gujarat – સાપ્તાહિક કાર્યક્રમોનું સઘન આયોજન

આ સપ્તાહ દરમિયાન દરરોજ અલગ-અલગ વિષયો પર ભાર મૂકવામાં આવશે. ૨૫ ઓગસ્ટે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’થી શરૂઆત થશે, ત્યારબાદ ૨૭ ઓગસ્ટે ‘સંસ્કૃત સંભાષણ દિવસ’, ૨૯ ઓગસ્ટે ‘સંસ્કૃત સાહિત્ય દિન’ અને ૩૧ ઓગસ્ટના રોજ ‘સામૂહિક સુભાષિત પઠન’ સાથે સમાપન થશે. આ દિવસોમાં વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને સુભાષિતોના પઠન તથા સ્પર્ધાઓ યોજીને નવી પેઢીને ભારતીય જ્ઞાનપરંપરાથી માહિતગાર કરવામાં આવશે.

Sanskrit Saptah 2026 Gujarat – નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને સંસ્કૃતનું મહત્વ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રીના જણાવ્યા અનુસાર, આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવની ભાવના જગાડવાનો છે. નવી શિક્ષણ નીતિ (NEP-2020) માં પણ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતને વિશેષ સ્થાન અપાયું છે, જે ભારતની રાષ્ટ્રીય ચેતનાનો જીવંત સેતુ છે. આ કાર્યક્રમો દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃતમય વાતાવરણ ઉભું કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Ramayan Movie Update રણબીર કપૂરથી બેટર છે યશનો રાવણ લુક, પ્રખ્યાત ગાયક હની સિંહ થયા ફિદા

LPU Campus Violence પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં હિંસક વિરોધ પ્રદર્શન, કેમ્પસ મોલમાં લૂંટફાટના વીડિયો વાયરલ
IIT Bombay Student Suicide Case IIT બોમ્બેના ડીન પદેથી હટાવાયા બાદ પ્રો. દુલ્લાને ફરજિયાત રજા પર મોકલાયા; સાહિલના ફોનમાંથી બહાર આવશે આખરી કલાકોનું સત્ય?
IIT Bombay Student Death વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં દેશભરના IIT ફેકલ્ટી એકજૂટ પ્રો. સામેની કાર્યવાહી અને ‘મોબ ટ્રાયલ’ સામે દિલ્હીમદ્રાસના પ્રોફેસર્સ મેદાનમાં
IIT Bombay Student Suicide Case વિદ્યાર્થીઓના આંદોલન સામે નમ્યું IIT બોમ્બે પ્રશાસન; વિવાદાસ્પદ નિવેદનો બદલ ખેદ વ્યક્ત કર્યો, ડીન સામે કડક એક્શન
Exit mobile version