Site icon

UPSC Results : અમદાવાદના 25 ઉમેદવારોએ યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

UPSC Results : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સફળતા મેળવનારા યુવાઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી

UPSC-exams

UPSC-exams

 News Continuous Bureau | Mumbai 


• સ્પીપામાંથી અત્યાર સુધીમાં ૨૮૫ ઉમેદવારો યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થઈ અંતિમ પસંદગી પામ્યા છે.
• આ વર્ષે સૌથી વધુ 25 ઉમેદવારો પસંદ થયા.

Join Our WhatsApp Community

ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે.

આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના ૨૫ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે.

સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.

CBSE Board Exam 2026: 2026 થી વર્ષમાં આટલી વાર લેવામાં આવશે 10મા ધોરણની પરીક્ષા, CBSE બોર્ડે નવા નિયમોને આપી મંજૂરી…
Paperless Exam : આરઆરયુએ શરૂ કરી પેપરલેસ પરીક્ષા, વિકાસની દિશામાં વધુ એક હરણફાળ
Career Guidance :યુવાઓને રોજગાર અને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત, ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ વિશેષાંકમાં મળશે
GSEB Result 2025 : ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરઃ સમગ્ર રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓ A-1 અને A-2 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહ્યા
Exit mobile version