News Continuous Bureau | Mumbai
Fashion Tips for Belly Fat: ઘણી મહિલાઓને પેટની આસપાસ થોડી ચરબી હોય છે, જેના કારણે ફિટિંગના કપડાં પહેરતી વખતે અસહજતા અનુભવાય છે. ખાસ કરીને બોડીકોન ડ્રેસ કે ટાઇટ ટોપ્સ પહેરતી વખતે “લુક” ખરાબ લાગવાની ચિંતા રહે છે. પરંતુ કેટલીક સરળ અને સ્માર્ટ ફેશન ટિપ્સ અપનાવવાથી તમે તમારી પેટ ની ચરબી ને છુપાવી શકો છો અને સાથે જ સ્ટાઇલિશ પણ લાગી શકો છો.
હાઈ વેસ્ટ બોટમ્સ પહેરો
હાઈ વેસ્ટ પેન્ટ, જીન્સ કે સ્કર્ટ પેટ ની ચરબી ને દબાવી દે છે અને પેટ બહાર દેખાતું નથી. બજારમાં આજે દરેક પ્રકારની હાઈ વેસ્ટ સ્ટાઇલ ઉપલબ્ધ છે, જે ફેશનમાં પણ છે અને કમ્ફર્ટેબલ પણ.
શેપવેરનો ઉપયોગ કરો અને લેયરિંગ સ્ટાઇલ અપનાવો
શેપવેર દરેક બોડી ટાઇપ માટે ઉપલબ્ધ છે. તે પેટને ફ્લેટ દેખાડે છે અને તમે બોડીકોન ડ્રેસ પણ પહેરી શકો છો. જો કે, તેને લાંબા સમય સુધી પહેરવું યોગ્ય નથી — ખાસ પ્રસંગ માટે ઉપયોગ કરો.લેયરિંગ એટલે કે ટોપ પર શર્ટ, શર્ટ પર જેકેટ — આ રીતે કપડાં પહેરવાથી બોડી બેલેન્સ દેખાય છે અને પેટ ની ચરબી છુપાય છે. લેયરિંગ ફેશનમાં પણ છે અને દરેક સિઝન માટે યોગ્ય છે.
આ સમાચાર પણ વાંચો : Kurti Shopping Tips : કુર્તી ખરીદવા જઈ રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો, લોકો તેને જોઈને તેની પ્રશંસા કરશે
પેપલમ ટોપ અને A-લાઇન ડ્રેસ અને સૌથી મહત્વની વાત
પેપલમ ટોપ્સ અને A-લાઇન ડ્રેસ પેટ ની ચરબી ને છુપાવવા માટે શ્રેષ્ઠ છે. આ ડ્રેસ સ્ટાઇલિશ લાગે છે અને પેટની આસપાસની ચરબી દેખાતી નથી. A-લાઇન ડ્રેસ આજકાલ ટ્રેન્ડમાં પણ છે.કોઈના કહેવા પર ફેશન ટિપ્સ ફોલો ન કરો. જે કપડાંમાં તમે સહજ અને આત્મવિશ્વાસભર્યા લાગો, એ જ પહેરો. ફેશનનો અર્થ છે — તમારું પોતાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ.