Site icon

Meta એ Instagram યુઝર્સને પ્રાઇવેસી જાળવવા માટે નવુ ફીચર્સ કર્યુ લોન્ચ, જાણો આ સુવિધા વિશે

Meta એ Instagram યુઝર્સને પ્રાઇવેસી જાળવવા માટે એક્ટિવિટી ઑફ ફીચર લોન્ચ કર્યું છે, જેના પછી હવે Instagram યુઝર્સ કોઈપણ અન્ય વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તેમની પ્રાઇવેટ માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયાને બ્લોક કરી શકે છે.

instagram

instagram

News Continuous Bureau | Mumbai 

Meta એ Instagram યુઝર્સને પ્રાઇવેસી જાળવવા માટે એક્ટિવિટી ઑફ ફીચર લોન્ચ કર્યું છે, જેના પછી હવે Instagram યુઝર્સ કોઈપણ અન્ય વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તેમની પ્રાઇવેટ માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયાને બ્લોક કરી શકે છે. નોંધનીય છે કે કંપનીઓ આ માહિતીનો ઉપયોગ યુઝર્સની જરૂરિયાત મુજબ જાહેરાતો અને માહિતી આપવા માટે કરે છે. એક રીતે આ અગ્રેસિવ માર્કેટિંગની પદ્ધતિ છે. જેમાં કૂકીઝની મદદથી યુઝર્સની સર્ચ હિસ્ટ્રી ટ્રેક કરવામાં આવે છે અને તેમની પસંદ-નાપસંદનો અંદાજ લગાવવામાં આવે છે.

ડેટા લેતા પહેલા લેવી પડશે મંજૂરી

અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સની જાણ વગર ડેટા લેવામાં આવતો હતો, પરંતુ ઈન્સ્ટાગ્રામ માટે મેટા ફીચર(Meta feature)ની નવા એક્ટિવિટી ઓફ મેટા ફીચર રોલ આઉટ થયા બાદ યુઝર્સની કોઈપણ માહિતી ઈન્સ્ટાગ્રામ પરથી લેવાની હોય તો સૌથી પહેલા તેની મંજૂરી લેવી પડશે. જો યુઝર્સ ઈચ્છે તો તે એપ્સ અને વેબસાઈટને પણ બ્લોક કરી શકે છે જે ડેટા કલેક્ટ કરે છે.
વાસ્તવમાં 2021 માં મેટાએ નવી પ્રાઇવેસી ( privacy ) પોલિસી રજૂ કરી હતી તેના માટે યુઝર્સ પાસેથી સહમતિ લેવામાં આવી હતી. નવી પ્રાઇવેસી પોલિસી હેઠળ WhatsAppના ડેટાને Facebook, Instagram અને પાર્ટનર કંપનીઓ સાથે શેર કરી શકાય છે. આ ડેટાનો ઉપયોગ યુઝર્સને વ્યક્તિગત જાહેરાતો બતાવવા માટે થાય છે.

જો કે આ પછી મેટાને ઘણા દેશોમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડ્યો છે. હવે કંપનીએ આ માટે યુઝર્સને કંટ્રોલ(users control) આપી દીધો છે. તેનો અર્થ એ છે કે, જો યુઝર્સ મેટાને તેમના ડેટાની ઍક્સેસ આપવા માંગતા નથી, તો તેઓ ડેટાને હટાવી શકે છે અને તેમની સ્પેશ્યલ એક્ટિવિટીને ડિસ્કનેક્ટ કરી શકે છે.                      

Join Our WhatsApp Community
વોટ્સએપની માલિકીની કંપની મેટા યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે સતત નવા ફીચર્સ લોન્ચ(New Features Launch) કરતી રહે છે. હવે કંપનીએ નવું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એક સાથે બે વોટ્સએપ એકાઉન્ટને લોગ ઇન કરી શકે છે. જેનો અર્થ એ થયો કે યુઝર્સ એક ડિવાઇસ અને એક જ એપમાં બે વોટ્સઅપ એકાઉન્ટને લોગઇન કરી શકે છે.     

આ સમાચાર પણ વાંચોઃ Vivo Y200 5G સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો આકર્ષક ફિચર્સ અને કિંમત

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version